New Delhi,તા.20
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને તેમનું કુટુંબ કુંભમેળામાં જશે. હાલ અનેક કેન્દ્રીય મંત્રીઓ એક બાદ એક મેળામાં બિનજરૂરી રીતે વ્યવસ્થાને મુશ્કેલી પડે નહી તે રીતે ડોગાસ્નાન લઈ રહ્યા છે. શાહ તા.27 અથવા તા.28ના રોજ પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરશે.
મહાકુંભના આયોજકો તથા ઉતરપ્રદેશ સરકારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. 12 વર્ષ એક વખત યોજાતા મહાકુંભમાં ગંગા સ્નાન ને ખૂબજ પવિત્ર ગણવામાં આવે છે અને દેશ-વિદેશમાંથી રોજ લાખો લોકો આ સ્નાન માટે મહાકુંભમાં આવી રહ્યા છે. ખાસ કરીને મહાનુભાવોના આગમનથી ખાસ જે સલામતીની વ્યવસ્થા ઉભી કરવી પડે છે. તેઓ લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે ઉતરપ્રદેશ સરકાર ખાસ જોઈ રહી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કુંભસ્નાન કરી શકે છે. મોદી વારાણસીના સાંસદ છે અને ગંગા પ્રત્યે તેમનો લગાવ અનોખો છે.