New York,તા.25
રશિયા-યુક્રેનના યુદ્ધ મુદે હવે વધુ એક મોરચે અમેરિકાએ રશિયાને સાથ આપીને સૌને ચોકાવી દીધા છે. લાંબા સમય પછી ફરી એક વખત રશિયા અને અમેરિકામાં રાષ્ટ્રસંઘને તેના પ્યાદા તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો.
યુક્રેન-રશિયાનું યુદ્ધ અટકાવવા માટેના એક પ્રસ્તાવમાં યુરોપીયન દેશોથી અલગ રહીને અમેરિકાએ રશિયા સાથે મતદાન કર્યુ હતું. જયારે રાષ્ટ્રસંઘમાં યુરોપીયન દેશોએ આ યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણાવતા રશિયા તાત્કાલીક યુક્રેનમાંથી તેનું સૈન્ય પાછુ ખેચી લે તેવી આગાહી કરી હતી.
જે પ્રસ્તાવ 98 વિ 18 મતે પસાર થયો હતો અને 65 દેશોએ મતદાન કર્યુ નથી. અમેરિકા આ પ્રસ્તાવમાં મતદાનથી દુર રહ્યુ હતું અને ફ્રાન્સે પ્રસ્તાવનું નેતૃત્વ કરીને તે પસાર કરાવ્યો હતો જેમાં યુક્રેનની સ્થિતિ માટે રશિયાને જવાબદાર ગણાવાયુ હતું.
બાદમાં અમેરિકાએ શાંતિ પ્રસ્તાવ રજુ કર્યા પણ તેમાં રશિયાના આક્રમણનો ઉલ્લેખ કરવાથી દુર રહ્યુ હતુ પણ યુરોપના દેશોએ તેમાં સુધારો કરી રશિયાને જવાબદાર ગણાવતો પ્રસ્તાવ ઉમેર્યો તો તેમાં રશિયાએ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યુ.
અમેરિકા તેમાં મતદાનથી દુર રહ્યું અને બાદમાં આ સુધારા પ્રસ્તાવ પણ 93 વિ 8 મતોએ પસાર થયો. ભારત બન્ને સમયે મતદાનથી દુર રહીને તેનું વલણ અનિશ્ચિત રાખ્યુ છે. જો કે અમેરિકાએ તુર્તજ તેનો મૂળ શાંતિ પ્રસ્તાવ રાષ્ટ્રસંઘની સલામતી સમીતીમાં 15 સભ્યોના મતદાન માટે મુકયો હતો.
આ પ્રકારે પ્રસ્તાવ જો મંજુર થાય તો સંબંધીત રાષ્ટ્રો માટે તે માનવો ફરજીયાત બને છે અને તે 15 સભ્યોની પરિષદમાં 10.0 મતો પસાર થયો અને પાંચ યુરોપીયન દેશો તેમાં મતદાનથી દુર રહ્યા.
આમ રાષ્ટ્રસંઘમાં પણ હવે અમેરિકા-રશિયા એક જ પંગતમાં આવી ગયા છે. યુરોપીયન દેશો અલગ થયા છે અને ટ્રમ્પની આ બદલાવની નીતિ હવે રાષ્ટ્રસંઘમાં છવાઈ ગઈ છે.