નવરાત્રિમાં AMCની મોટી કાર્યવાહી, Ahmedabad’s Suvarna Garba Pandal ને માર્યું સીલ

Share:

Ahmedabad,તા,07

 નવરાત્રિમાં ઠેર-ઠેર પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ ખાતે સુવર્ણ ગરબા પંડાલને સીલ માર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેને લઇને ગરબા આયોજકો દોડતા થઇ ગયા છે અને ગરબાપ્રેમીઓનો નિરાશાનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સુવર્ણ ગરબા પંડાલમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરતાં સીલ મારી દેવામાં આવ્યું છે. સુવર્ણ ગરબા પંડાલના આયોજકોનો 2 લાખથી વધુ ટેક્સ બાકી હોવાથી સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ આયોજકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વેરાની રકમ ભરપાઇ કરી દેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *