AMC એ શોપિંગ સેન્ટર બનાવવા કામ શરૂ કરાયું

Share:

સરકારી રોકડા તળાવ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવું શોપિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે

Ahmedabad, તા.૧૦

અમદાવાદ શહેરના આનંદ નગર વિસ્તારના ટોરેન્ટ પાવર હાઉસ યોગી આશ્રમ પાસે આવેલું સરકારી રોકડા તળાવ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવું શોપિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. જેની કામગીરી ચાલુ કરી દેવાઇ છે ક્યારે છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી આશરે ૯૫ થી વધુ પરિવાર ઝુપડા બાંધીને ત્યાં વસવાટ કરે છે.

ત્યારે કોર્પોરેશન નો પ્રોજેક્ટ બહાર પડતાં એસ્ટેટ ઓફિસર દ્વારા વસવાટ કરતા તમામ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને રહેઠાણના પુરાવા રજૂ કરાવવા માટે જાણ કરવામાં આવી હતી. અંતે પુરાવા રજૂ ન કરી શકાતા તમામ ૯૫ જેટલા ઝુપડાઓનું ડિમોલેશન કરી કામ શરૂ કરાયું હતું

રહેઠાણ અધિકાર મંચનાં સામાજિક સંશોધક બીના જાદવે એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારું સંગઠન સમગ્ર અમદાવાદમાં રહેતા ગરીબ લોકો જેમની પાસે પોતાનું મકાન નથી, જે લોકો રોડ રસ્તા ઉપર વસવાટ કરે છે તેવા લોકોને બંધારણીય નિયમ મુજબ તમામ આધાર પુરાવા જેમ કે આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા દસ્તાવેજો તૈયાર કરી સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી યોજનાઓનો લાભ તથા ગવર્મેન્ટ તરફથી મળતા આવાસો તેમજ શેલ્ટર હોમ્સ જેવી સુવિધાઓનાં લાભ અપાવવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે રોકડા તળાવ ખાતે રહેતા ગરીબ લોકો વિશે તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૯ અને ૧૦ ની સાલમાં આ તમામ પરિવારોના આધારકાર્ડ સહિતના પુરાવાઓ અમારા સંગઠન દ્વારા મદદ કરી બનાવડાવી આપ્યા છે. અને આજે પણ તેમના હક માટે તથા બંધારણીય નિયમ મુજબ ભારતીય નાગરિક હોવાને નાતે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરી આપવી જોઈએ. સરકારે ઉદારતા દાખવી સરકારી આવાસ યોજનાઓમાં તેમને મકાન આપવું જોઈએ જે મેળવવાનો અધિકાર ભારતના તમામ નાગરિકને છે. હાલ તો આ તમામ પરિવારોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર જ અહીંયાથી હટાવી દેવામાં આવ્યા છે ત્યારે હવે આ લોકો બેઘર થઈને ક્યાં જશે એ સૌથી મોટો પ્રશ્ન છે!! રોકડા તળાવ ખાતે રહેતા મહિલાએ જણાવ્યું હતું કે હું વિધવા છું જિલ્લા ૧૫ વર્ષથી અહીંયા રહું છું. અગાઉ પણ ત્રણ ચાર વખત તોડી ગયા છે અને હાલ પણ તોડીને ગયા છે. ત્યારે મારી પાસે રોજગારીનું કોઈ સાધન નથી અમે મજૂરી કરીને માંડ માંડ પોતાનું પરિવાર ચલાવીએ છીએ. દિવસના ૨૦૦ થી વધુ નથી કમાઈ શકતા, ત્યારે જો સરકાર અમને રહેવાની કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપે તો ઘણી બધી મદદ અમને થઇ જશે.જોકે અમદાવાદમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ પ્રકારની સરકારી જમીન પર કોર્પોરેશન દ્વારા માર્કેટ બનાવવામાં આવી રહ્યા છે. તેમજ મ્યુનિસિપલ માર્કેટ રસ્તા ઉપરના દબાણ દૂર કરી સામાન્ય અને મધ્યમ વર્ગ પોતાનો વેપાર કરી શકે તે માટે આપવાનો છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *