Alpesh Thakore સભામાં ૨૪ કલાક વીજળીના વખાણ કર્યાને લાઈટ ગઈ

Share:

Palanpur,તા.૧

 વાવની પેટાચૂંટણીમાં માહોલ બરાબરનો ગરમાયો છે. બંને પક્ષના ઉમેદવારો અને તેમના સમર્થકો બરાબરનો પ્રચાર કરી રહ્યાં છે. આવામાં દિવાળીના દિવસે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે જોવા જેવી થઈ હતી. અલ્પેશ ઠાકોરના ભાષણમાં લાઈટ ગઈ હતી, થોડીવાર પહેલા જ અલ્પેશ ઠાકોર બોલ્યા હતા કે, ગુજરાતની ભાજપ સરકારમાં ૨૪ કલાક લાઇટ મળે છે. આટલું કહેતાની થોડી મિનિટમાં જ ચાલુ ભાષણમાં લાઈટ જતા અલ્પેશ ઠાકોરે માઈક લઈને ઉભા રહી ગયા હતા. આમ, ભર સભામાં લાઈટ જતા લોકો હસી પડ્યા હતા. આ બાદ અલ્પેશ ઠાકોર ચાર મિનિટ માઈક હાથમાં પકડીને ઉભા રહ્યા હતા. બાદમાં નાનુ સ્પીકર લાવી સભામાં અલ્પેશ ઠાકોરે ભાષણ ચાલુ કર્યુ હતું. ત્યાર બાદ લાઈટ આવતા ભાષણ ચાલુ કર્યુ હતું.

બીજી તરફ, ભાભર ખાતેની ભાજપની જન સંપર્ક સભામા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે, બનાસની તરસી ધરા પર વડાપ્રધાન નર્મદાના નીર લાવ્યા. સરહદી વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા હતા. રાજનેતાનું કામ પ્રજાના કામ કરવાનું છે. જીતયા પછી બહાના ન ચાલે. કોંગ્રેસના શાસનમાં અરાજકતા અને ગુંડાઓનું શાશન હતું, જેને ચૂંટીને મોકલીએ જવાબદારી એની છે..

બીજી તરફ, ગેનીબેનના કૌટુંબીક કાકા ભુરાજી ઠાકોરે ગેનીબેન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના આપણા આગેવાનને સમાજે જીતાડ્યા છે. એક વાર બે વાર અને ત્રણ વાર મામેરુ ભર્યું છે તમે ગેનીબેનને કહેજો કે હવે તો હદ હોય. તમને ખોટા નથી કહેતા પરંતુ સ્વરૂપજી અમારો ભાઈ છે એટલે થોભી જાવ.

સાંસદ ગેનીબેન ઠાકોરનો  ઠાકોર સમાજની બેઠકમાં ઠાકોર સમાજના લોકોને આપેલા વચનનો વીડીયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, તમે ભાજપ કે કોંગ્રેસની ટિકિટ લાવો હું સમાજને છૂટ આપું છું કે ઠાકોર સમાજના વ્યક્તિને વોટ આપજો ભાજપની ટિકિટ ઠાકોર સમાજની વ્યક્તિ લાવે તો એ મારો હરીફ નથી. ઠાકોર સમાજનો વ્યક્તિ જો ભાજપની ટિકિટ લાવે તો એને વોટ આપજો એમાં કંઈ ખોટું નથી. હું તો ઠાકોર સમાજના વોટથી જીતી ગઈ હતી. પરંતુ હવે એમને વોટ આપો એમાં કંઈ ખોટું નથી. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસમાં છે ગુલાબસિંહ રાજપુત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *