Allu Arjunપોલીસની પૂછપરછ દરમિયાન ભાવુક થઈ ગયો હતો

Share:

Hyderabad,તા.૨૫

’પુષ્પા ૨’નો પ્રીમિયર શો ૪ ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ સમય દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુને અચાનક થિયેટરની મુલાકાત લીધી, જેના કારણે ભારે ભીડ એકઠી થઈ ગઈ અને અરાજકતા સર્જાઈ. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. તે જ સમયે, તેમનો આઠ વર્ષનો પુત્ર હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.

અલ્લુ અર્જુનની ગયા શુક્રવારે આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે સવારે તેને વચગાળાના જામીન મળી ગયા હતા. પોલીસે કહ્યું હતું કે અલ્લુની મુલાકાત પરવાનગી વિના થઈ હતી. તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો થિયેટરમાં પહોંચ્યા હતા, જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. જામીન મળ્યા બાદ અલ્લુ અર્જુનને આ કેસમાં પૂછપરછ માટે મંગળવારે (૨૪ ડિસેમ્બર) પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો.

તાજેતરના અહેવાલો અનુસાર, અલ્લુની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેને સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગનો વીડિયો બતાવવામાં આવ્યો હતો, જેને જોઈને તે ભાવુક થઈ ગયો હતો. એક સૂત્રના જણાવ્યા અનુસાર, “વિડીયો જોઈને અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો હતો, જેમાં શ્રીતેજ અને રેવતી ઘાયલ જોવા મળી રહ્યા હતા.”

રિપોર્ટ્‌સ અનુસાર, પોલીસે અલ્લુની સીધી પૂછપરછ કરી. સૂત્રના જણાવ્યા અનુસાર, તેને પૂછવામાં આવ્યું હતું કે, ’શું તમે જાણો છો કે પોલીસે પ્રીમિયર શોમાં આવવાની પરવાનગી આપી ન હતી?’, ’પોલીસે પરવાનગી ન આપી હોવા છતાં તે પ્લાન સાથે આગળ વધવાનો નિર્ણય કોણે લીધો હતો? ’, ’કોઈ પોલીસ અધિકારીએ તમને બહાર નાસભાગની જાણ કરી હતી?’ ’સ્ત્રીના મૃત્યુ વિશે તમને ક્યારે ખબર પડી?’

પુષ્પા ૨ ની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી રહી છે. માત્ર ભારતમાં જ આ ફિલ્મે ૧૦૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. હિન્દી ભાષામાં પણ આ ફિલ્મ ૭૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. લેટેસ્ટ આંકડાઓ અનુસાર, ફિલ્મનું કુલ કલેક્શન ૧૦૮૯.૮૫ કરોડ રૂપિયા રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *