Odisha માં District Judgeની લેખિત પરીક્ષામાં બધા ફેઈલ

Share:

Odisha,તા.27

Odishaમાં District Judgeના પદ માટેની લેખિત Examમાં 366માંથી એક પણ જરૂરી માર્કસ મેળવીને ઈન્ટરવ્યુ-રાઉન્ડમાં આગળ જઈ શકયો નહોતો, Odisha High Court 35 થી 45 વર્ષની વય ધરાવતા, ઓછામાં ઓછી સાત વર્ષની લીગલ પ્રેકિટસ કરેલી હોય તેવા વકીલો અથવા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા જુડિશ્યલ ઓફિસર્સ પાસેથી 45 પદ માટે અરજી મગાવી હતી.

લેખિત Exam આપવા માટે 283 Lawyer 31 પદ માટે અને 83 જુડિશ્યલ ઓફિસર્સ 14 પદ માટે પસંદગી પામ્યા હતા. 5 Januaryએ Exam લેવામાં આવી હતી અને એક પણ પરીક્ષાર્થીને આગળના ઈન્ટરવ્યુ-રાઉન્ડ માટે જરૂરી માર્કસ મળ્યા ન હોતા. વકીલોએ 100 માર્કસનાં બે કલાકનાં ત્રણ પેપર આપવાનાં હોય છે અને જુડિશ્યલ ઓફિસર્સે 75 માકર્સનાં બે કલાકનાં બે પેપર આપવાનાં હોય છે.

ઈન્ટરવ્યુ-રાઉન્ડમાં જવા માટે કુલ 50 ટકા માકર્સ અને દરેક પેપરમાં ઓછામાં ઓછા 45 ટકા માકર્સ લાવવાનાં હોય છે. રિઝલ્ટ પ્રમાણે 283માંથી 180 એડ્વોકેટ્સે exam આપી હતી અને લો પેપર-વનમાં માત્ર 10 જણને અને લો પેપર-ટ્રમાં 9 જણને તેમજ General Englishના પેપરમાં 48 જણને 30ની ઉપર માકર્સ મળ્યા હતાં. ઓછામાં ઓછા જરૂરી માકર્સ એક પણ પરીક્ષાર્થીને મળ્યા નહોતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *