Akshay Kumar ની સ્કાયફોર્સ આગામી ૨૪ જાન્યુ. પર ઠેલાઈ

Share:

ફિલ્મ આ ઓક્ટોબરમાં રીલિઝ થવાની હતી

અક્ષય કુમારે પ્રમાણમાં સલામત તારીખ શોધીઃ  સારા અલી અને વીર પહાડિયા સહ કલાકારો

New Delhi, તા.04

અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ હવે તા. ૨૪મી જાન્યુઆરીએ રીલિઝ થશે. અક્ષયે તા. ૨૬મીની રજાને  તથા આ દિવસોમાં અન્ય કોઈ મોટી ફિલ્મ રીલિઝ નહિ થતી હોવાનું ચેક કરીને તારીખ બદલી છે.

મૂળ આ ફિલ્મ બીજી ઓક્ટોબરના રીલિઝ થવાની હતી. ‘સ્ત્રી ટૂ’ ફિલ્મ સાથે તેનું ટ્રેલર રીલિઝ થવાનું હતું. જોકે, સમયસર ટ્રેલર રીલિઝ નહિ થતાં એ નક્કી થઈ ગયું હતું કે આ ફિલ્મની રીલિઝ લંબાઈ છે. ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝના નિર્માતાએ જ આ ફિલ્મ બનાવી છે.

ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સારા અલી ખાન, વીર પહાડિયા  અને નિમ્રત કૌર પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા દેશભક્તિ આધારિત હશે અને તે એક  પિરિયડ એક્શન ડ્રામા હશે તેવો દાવો થઈ રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *