દરગાહ પર જઈ માતાપિતા માટે દુવા માગી
ખેલ ખેલ મેંની રીલિઝ પહેલાં અક્ષય ચેરિટીના મૂડમાં, થોડા સમય પહેલાં લંગર પણ યોજ્યું હતું
Mumbai,તા.09
મુંબઈની લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન હાજી અલી દરગાહના જીર્ણોદ્ધાર માટે અક્ષય કુમારે ૧.૨૧ કરોડનું દાન આપ્યું છે.
અક્ષય તાજેતરમાં હાજીઅલી દરગાહ ખાતે ગયો હતો. ત્યાં તેના દિવંગત માતાપિતાની યાદમાં ખાસ દુવા માગી હતી. સાથે સાથે અક્ષયે દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પણ દુવા માગી હતી.
અક્ષયની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ના દિગ્દર્શક મુદસ્સર અઝીઝ પણ આ સમયે અક્ષયની સાથે હતા.
અક્ષય તેની આગામી ફિલ્મની રીલિઝ પહેલાં ચેરિટીના મૂડમાં છે.
થોડા દિવસો પહેલાં તેણે મુંબઈમાં વિશાળ લંગર યોજ્યું હતું અને ત્યાં લોકોેને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું.
અક્ષયની છેલ્લી આઠથી દસ ફિલ્મો લાગલગાટ ફલોપ ગઈ છે. તેની ‘ખેલ ખેલ મેં’ આગામી તા. ૧૫મી ઓગસ્ટે રીલિઝ થવાની છે. આ ફિલ્મનો મુકાબલો શ્રદ્ધા કપૂરન ી’સ્ત્રી ટૂ’ તથા જ્હોન અબ્રાહમની ‘વેદા ‘ સામે થવાનો છે.