અક્ષય કુમારે જાતે અફવા નકારી
ભૂલભૂલૈયા ફ્રેન્ચાઈઝીમાં વિદ્યા બાલનનું પુનરાગમન થયું પરંતુ અક્ષય બાકાત રહ્યો
Mumbai,તા.23
કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’માં અક્ષય કુમારનો કેમિયો નહિ હોય. ખુદ અક્ષય કુમારે આ વાત કન્ફર્મ કરી છે. તેણે કહ્યું છે કે પોતે આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યો હોવાની વાત માત્ર અફવા છે. તાજેતરમાં રજૂ થયેલી ‘સ્ત્રી ટૂ’માં અક્ષય કુમારનો કેમિયો જોવા મળ્યો હતો. તે પછી ‘ભૂલભૂલૈયા થ્રી’માં પણ તે કેમિયો કરશે તેવી ચર્ચા ચાલતી હતી.
પહેલીવાર ‘ભૂલભૂલૈયા’ બની ત્યારે અક્ષય કુમારે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફ્રેન્ચાઈઝીના બીજા ભાગમાં કાર્તિક આર્યને તેને રિપ્લેસ કર્યો હતો. અગાઉ અક્ષયે ‘જોલી એલએલબી’ ફ્રેન્ચાઈઝીમાં બીજા ભાગમાં અર્શદ વરસીને રિપ્લેસ કર્યો હતો. તે પછી ત્રીજા ભાગમાં બંને સાથે આવી રહ્યા છે. આ જ તર્જ પર કદાચ ‘ભૂલભૂલૈયા થ્રી’માં અક્ષય અને કાર્તિક એક ફ્રેમમાં આવશે તેવી ચર્ચા હતી.
અક્ષય કુમાર તેની કારકિર્દીના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. તેની ‘ખેલ ખેલ મેં’ સુપરફલોપ સાબિત થઈ છે. ‘સ્ત્રી ટૂ’ સુપરડુપર હિટ બની છે પરંતુ તેમાં અક્ષયના ભાગે એક જ સીન આવ્યો હોવાથી આ ફિલ્મની સફળતાની કોઈ ક્રેડિટ તેને મળે તેમ નથી.