Akshay Kumar ની આગામી ફિલ્મ ત્રિરંગાનું દિગ્દર્શન સંજય પુરણ સિંહ ચૌહાણ કરશે

Share:

Mumbai,તા.19

અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા  ગયા મહિને કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન સંજય પૂરણ સિંહ ચૌહાણ કરવાનો છે. તેમજ આ ફિલ્મનું શૂટિંગ આ વરસના ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

દિગ્દર્શક સંજય પૂરણ સિંહ ચૌહાણે આ પહેલા લાહોર અને ૭૨ હુરાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતુંં.

આ બન્ને ફિલ્મોએ નેશનલ એવોર્ડસ મેળવ્યા હતા.  દિગ્દર્શક અને અક્ષયે ફિલ્મ ગુરખામાં સાથે કામ કરવાના હતા પરંતુ આ ફિલ્મ પછીથી અભેરાઇએ ચડી ગઇ હતી.

પહેલા એવી ચર્ચા હતી કે, ત્રિરંગાએ નાના પાટેકર  રાજ કુમારની ૧૯૯૩ની ફિલ્મ ત્રિરંગાની રીમેક બનશે.

જોકે  પછીથી નિર્માતાએ આ વાતને માત્ર અફવામાં ખપાવીને રિમેક ન હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમજ આ એક નવી અને ઓરિજિનલ સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મ બનશે તેમ પણ વધારામાં જણાવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *