Lucknow,તા.11
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ભડકી હતી. ખરેખર જે.પી. અંગે લખનઉમાં રાજકીય ઘમસાણ વચ્ચે અખિલેશે કહ્યું હતું કે નીતિશે પણ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખવાની જરૂર છે.
અખિલેશ સામે વળતો પ્રહાર
અખિલેશના નિવેદન સામે વળતો પ્રહાર કરતાં જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે અખિલેશે ગઠબંધન તોડવાની સલાહ આપવાની જગ્યાએ પોતે આત્મમંથન કરવાની જરૂર છે. અખિલેશે જે.પી.ના જીવન સિદ્ધાંતોને કેટલી હદે અપનાવ્યાં? જયપ્રકાશ લોકતંત્રની વાત કરતા હતા. અખિલેશને ત્યાં ફક્ત આંતરિક લોકતંત્ર છે. વિધાનસભા, લોકસભા, રાજ્યસભા સહિત તમામ મુખ્ય પદો પર તેમના પરિવારના સભ્યો જ બેઠા છે. નીતિશ કુમાર જે.પી.ના સાચા સૈનિક છે અને બિહારમાં સમન્વય સાથે ગઠબંધન ચાલી રહ્યું છે.