Ajay Devgn ની ઉતાવળઃ ‘રેઇડ ૨’ની રિલીઝ ડેટ બુક કરી લીધી

Share:

રેઈડ ૨’નું પોસ્ટર શેર કરતા અજય દેવગને કેપ્શનમાં લખ્યું, અમે પટનાયકનું આગામી મિશન મે ૨૦૨૫થી શરૂ થશે

Mumbai, તા.૫

અજય દેવગને તેના આગામી મિશન ‘રેઇડ ૨’નું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં ફિલ્મની રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે રિતેશ દેશમુખ, વાણી કપૂર, સૌરભ શુક્લા, વરુણ શર્મા અને અરબાઝ ખાન પણ મહત્વના રોલમાં હશે.ફિલ્મ ‘શૈતાન’ બાદ અજય દેવગન એક નવા મિશન પર જવા માટે તૈયાર છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ‘રેઇડ ૨’નું નવું પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી છે.‘રેઈડ ૨’નું પોસ્ટર શેર કરતા અજય દેવગને કેપ્શનમાં લખ્યું, ‘અમે પટનાયકનું આગામી મિશન મે ૨૦૨૫થી શરૂ થશે. રેઇડ ૨ આવતા વર્ષે ૧લી મે ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રેઈડ ૨’ના લેટેસ્ટ પોસ્ટરે ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. મળતી માહિતી મુજબ આગામી ફિલ્મમાં અજય દેવગનની સાથે રિતેશ દેશમુખ, વાણી કપૂર, સૌરભ શુક્લા, વરુણ શર્મા, અરબાઝ ખાન અને અન્ય સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.રાજ કુમાર ગુપ્તા આ ફિલ્મનું નિર્દેશન કરવા તૈયાર છે. ફિલ્મની વાર્તા રાજ કુમાર ગુપ્તા સાથે આદિત્ય બેલનેકર, રિતેશ શાહે લખી છે. રિતેશ શાહે ‘પિંક’ અને ‘એરલિફ્ટ’ની વાર્તા પણ લખી છે.‘રેઈડ ૨’ ૨૦૧૮માં રિલીઝ થયેલી ક્રાઈમ-થ્રિલર ‘રેઈડ’ની સિક્વલ છે. ફિલ્મ ‘રેઈડ’ પણ રાજકુમાર ગુપ્તાએ જ ડિરેક્ટ કરી હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મમાં અજય દેવગનની સાથે ઇલિયાના ડીક્રુઝ, સાનંદ વર્મા અને સૌરભ શુક્લા મહત્વની ભૂમિકામાં હતા.આ ફિલ્મમાં અજય દેવગણે ઈન્કમ ટેક્સ ઓફિસરની ભૂમિકા ભજવી હતી, જેનું નામ અમય પટનાયક છે. જ્યારે, સૌરભ શુક્લા ‘તૌજી’નું પાત્ર ભજવે છે. ઈન્કમટેક્સ રેઈડ પર બનેલી આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *