તમોની સુપર સોનિક શબ્દ કહો તો તે પણ ટુકો પડે તેવી અસાધારણ ગણી શકાય તે રીતે ભવિષ્યના જેટપ્લેટ હવે વાસ્તવિકતાની નજીક છે જેની માટે બુમ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે.
જે સાઉન્ડ બેરીયર એટલે કે અનેક વખત આપણે ફાઈટર જેટ વિમાન આકાશમાં ઉડતા સમયે જે મોટા ધડાકા જેવો અવાજ આવે છે અને તેને ટેકનીકલ ભાષામાં સાઉન્ડ બેરીયર- ધ્વની- ગતિરોધ તોડવાની સુપર સોનિક ગતિ ગણવામાં આવે છે તે સ્પીડ પણ હવે પાછળ રહી જશે તે રીતે ટેકનોલોજી આગળ વધી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં મોજાવે રણપ્રદેશ- જે તેની અનેક કુદરતી વિશેષતા માટે જાણીતું છે ત્યાં આ પ્રયોગ થયો હતો.
બુમ ટેકનોલોજીથી રોકેટ આકારના પ્લેનની ટેસ્ટ ફલાઈટ ઉડી હતી. એક સમયે કોન્કાર્ડ વિમાનો લગભગ આવી જ ગયા હતા પણ તેની ટેકનીકલ ક્ષમતા અને જોખમ જોતા આ વિમાનોની યાત્રા આગળ વધી જ નહી પણ તેમાંથી ટેકનોલોજી બોધપાઠ લઈને આ બુમ ટેકનોલોજી તૈયાર કરવામાં આવી છે અને એકસ-બી વન એરક્રાફટ 1127 કી.મી. પ્રતિ કલાકની ગતિએ ઉડે છે.
જેથી તમો લોકલ ટ્રાવેલમાં પણ તેનો ઉપયોગ કરી શકશો. દિલ્હી ઘટનાનું હાલનું એર-ડિસ્ટન્સ લગભગ દોઢ કલાકનું છે જે ઘટીને 40 મીનીટનું થઈ જશે. બુમ સુપરસોનિક એકસબી-વન વિમાન લોસ એન્જલસ પરથી 35000 ફુટની ઉંચાઈએ ઉડયુ હતું.
આ વિમાનની 12 ટેસ્ટ ફલાઈટ પુરી થઈ છે અને તે 2030 સુધીમાં કોમર્શિયલ ઉડાન માટે તૈયાર થઈ જશે. જેમાં 64થી80 પ્રવાસીઓને માટે સુવિધા હશે. દુનિયાના કોઈપણ ખુણામાં ફકત 4 કલાકમાં તે પહોંચાડશે તેનું પુરૂ બોડી કાર્બન ફાઈબરનું છે જેથી તેનું વજન ઓછું રાખવામાં સફળતા મળી છે.
આ ગતિએ પાઈલોટને બહારના દ્રશ્યો જોવામાં સફળતા ન મળે તેથી અતિ આધુનિક રીયાલીટી વિમાન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. હાલ આ પ્રકારના 33 વિમાનોનો ઓર્ડર મળી પણ ગયો છે.