એ ભીડુ… કોમેડિયન Krishna Abhishek સિવાય કોઈ પણ જેકી શ્રોફની નકલ નહિ કરી શકે : કોર્ટનો ઓર્ડર અભિનેતાએ શેર કર્યો

Share:

Mumbai,તા.૧૨

થોડા સમય પહેલા બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે પરવાનગી વગર પોતાનું નામ, અટક, ડાયલોગ વગેરેનો ઉપયોગ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કોઈ તેની પરવાનગી વગર તેની મિમિક્રી, તેના નામ કે સ્ટાઈલની નકલ કરવાનો પ્રયાસ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, બધા વિચારી રહ્યા હતા કે હવે કૃષ્ણા અભિષેકનું શું થશે, કારણ કે જેકી શ્રોફની કોપી દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

પીઢ બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે તાજેતરમાં જ તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતાએ તેની સંમતિ વિના તેનું નામ, ફોટો, અવાજ અને ’ભીડુ’ શબ્દનો ઉપયોગ કરવા બદલ અનેક સંસ્થાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ પછી પણ કૃષ્ણા અભિષેક ’લાફ્ટર શેફ્સ’માં જેકીની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

હવે કૃષ્ણાએ પિંકવિલા સાથે વાત કરતા કહ્યું કે, કપિલ શર્માના શોમાં જેકી શ્રોફ તરીકે કામ કરવા બદલ ટાઇગર શ્રોફે તેને ફોન કર્યો હતો અને તેની પ્રશંસા કરી હતી. જેકી શ્રોફે પોતે તેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તે એકલા જ સુંદર અભિનય કરે છે. કૃષ્ણા અભિષેક હવે ’વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મમાં જોવા મળવાનો છે, જેમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં છે.

જ્યારે જેકી શ્રોફ કોપી કરનાર દરેક કોમેડિયન સામે કાર્યવાહી કરશે તેવા સમાચાર આવ્યા ત્યારે લોકોએ કૃષ્ણાને ખૂબ ટ્રોલ કર્યા કે હવે તે શું કરશે. કેટલાક ચાહકોને એ વાતનું પણ દુઃખ હતું કે તેઓ હવે કૃષ્ણને જેકી દાદા બનતા જોઈ શકશે નહીં.ત્યારે કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સોશિયલ મીડિયા પર ફેન્સને એક મેસેજ આપ્યો હતો. તેણીએ લખ્યું હતું કે, “તે બધા નિરાશ ચાહકોને જેઓ અમને સંદેશા મોકલી રહ્યા છે, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે કૃપા કરીને સમજો. ક્રિષ્ના જગ્ગુ દાદાને ખૂબ પસંદ કરે છે”

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *