પેન્શનની બાકી રકમ ચૂકવવા Ahmedabadના અધિકારીએ 5000 ની લાંચ માગી, ACBના ટ્રેપમાં ફસાયો

Share:

 Ahmedabad,તા.11

મૃત પતિના પેન્શનના બાકી 1 લાખ ચૂકવવા માટે 5 હજાર રૂપિયાની લાંચ માગનાર અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુમાળી ભવનની પેન્શન કચેરીના અધિકારી મહેશ રામશી દેસાઈને એન્ટિકરપ્શન બ્યુરોના અધિકારીઓએ ગુરૂવારે (10 ઓક્ટોબર) ટ્રેપ કર્યો હતો. ગુરૂવારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનની સામેની ટી પોસ્ટ કેમ્પ્સ કોર્નરમાં પેન્શન અધિકારી મહેશ રામશી દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસમાં દાદા પેન્શનર હતા અને દાદાનાં મરણ બાદ દાદીને પેન્શન મળતું હતું, પરંતુ ફરિયાદીનાં દાદીને છેલ્લાં વર્ષનો હયાતીનો પુરાવો રજૂ કરવાનો બાકી હોવાથી પેન્શન મળવામાં તકલીફ પડવા મંડી હતી. આ દરમિયાન ફરિયાદીનાં દાદીનું પણ મરણ થયું હતું. આ કેસમાં ફરિયાદ કરનાર દાદીનાં નોમીની તરીકે ફરીયાદીનાં પિતા હતા. તેમની પેન્શનની બાકી નીકળતી રકમ 1 લાખ રૂપિયા કામનાં આરોપીને આપેલી હતી.

5 હજાર રૂપિયાની માંગી લાંચ

પૈસા મળી ગયા પછી ફરિયાદીનાં પિતા પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીનાં પિતાએ આરોપીનાં ફોન ઉપાડવાનાં બંધ કરી દેતા આરોપીએ આ કામનાં ફરિયાદીને ફોન કરી પેન્શનની બાકી નિકળતી રકમ અપાવેલ હોવાથી તેનાં બદલામાં 5 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

એસીબીને કરી ફરિયાદ

લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ કર્યા બાદ આજે લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે 5 હજાર સ્વીકારી તે તબક્કે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ટ્રેપનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.કે. પરમારે કર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *