Ahmedabad,તા.20
ગુજરાત એટીએસની ટીમ દ્વારા અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. એટીએસે રૂ।7 લાખના એમડી ડ્રગ્સ સાથે ફરજાન શેખની ધરપકડ કરી છે. ઝડપાયેલો શખસ ડ્રગ પેડલર છે. અગાઉ પણ તે ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયો હતો.આ અંગે એટીએસની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા અનુસાર ગુજરાત એટીએસનો સ્ટાફ અમદાવાદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા પેટ્રોલીંગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે લાલ દરવાજા વિસ્તારમાં એક આરોપી ડ્રગ્સ લઈને આવે છે ત્યારે તેને રોકીને તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની કિંમત 27 લાખ રૂપિયા છે.
એટીએસ દ્રારા આરોપી ફરજાન શેખની ધરપકડ કરવામાં આવી છે અને ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે. આરોપીને લઈ પોલીસે તેના મોબાઈલ ફોનનો ડેટા પણ લીધો છે અને અગાઉ કયાં ડ્રગ્સ આપ્યું અને કોની પાસેથી લાવ્યો તેને લઈ ટેકનિકલી તપાસ હાથધરી છે. આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો એટલે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તે ડ્રગ્સ અને ચરસના ધંધા સાથે સંકળાયેલો છે. પોલીસે અન્ય સંડોવાયેલ આરોપીઓની તપાસ શરૂ કરી છે.