Ahmedabad માં ભારે પવન સાથે વરસાદ, કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જાહેર કરાયું યલો ઍલર્ટ

Share:

Ahmedabad,તા.19

ચોમાસાના અંતમાં મેઘરાજા ફરી વરસવાના મૂડમાં છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે શનિવારે (19 ઑક્ટોબરે) અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ તૂટી પડ્યો જેના કારણે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હોય તેવા દૃશ્યો સર્જાયા.

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ

શહેરના નારણપુરા, મેમનગર, સી જી રોડ, રિવરફ્રન્ટ, એલિસબ્રિજ, લાલ દરવાજા, વાસણા, પાલડી, વસ્ત્રાપુર, લો ગાર્ડન, પ્રહલાદનગર, સાયન્સ સિટી, માણેકબાગ, નિકોલ, કોમર્સ છ રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો. રિવર ફ્રન્ટ અને સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારમાં ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ અને એક્ઝિબિશનમાં પહોંચેલા લોકો પણ વરસાદના કારણે મુશ્કેલીમાં મૂકાયા. 

આવતી કાલની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે (20 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન નિષ્ણાતના મતે રાજ્યમાં હજુ 21 ઑક્ટોબર સુધી અનેક વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળશે. અરબી સાગર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાઈ છે તેની અસરના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં ખાબક્યો વરસાદ

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, આવતી કાલે આ જિલ્લામાં જાહેર કરાયું યલો ઍલર્ટ 2 - image

Leave a comment

Your email address will not be published. Required fields are marked *