Ahmedabad,તા.૩૦
રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે. સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ સુત્રોએ અમદાવાદના ઓઢવમાં ચેતન મેટલ વર્કસના માલિક પ્રદ્યુમનસિંહ હમીરસિંહ ચાવડાની ધરપકડ કરી છે.
પ્રદ્યુમનસિંહ ચાવડા એક ટકા કમિશનના બદલામાં નકલી બિલ બનાવતા હતા. અમદાવાદમાં મેટલ સ્ક્રેપનો ધંધો કરતા ચાવડાએ આ રીતે રૂ. ૫૦ કરોડનો ય્જી્ ઉઘરાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રઘુમ સિંહની ચેતન મેટલ માત્ર કોઈને સામાન પહોંચાડતી નહોતી. ખોટા બિલો બનાવીને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી હતી. ચાવડાની ધરપકડના એક દિવસ બાદ પ્રદ્યુમન સિંહની કરોડોની કરચોરીનો પર્દાફાશ થતાં રિમાન્ડ પર લેવાયા છે.
સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. આ કેસમાં માસ્ટરમાઇન્ડ કમલેશની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને દરમિયાન ચાવડાનું નામ સામે આવ્યું છે.
પ્રદ્યુમનસિંહ ચાવડા માત્ર અમદાવાદ । એટલું જ નહીં ગુજરાતભરના અનેક વેપારીઓને એક ટકા કમિશન મેળવવા માટે બનાવટી બિલો આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે કબજે કરેલા દસ્તાવેજોના ચોપડે જે વેપારીઓના નામ આવ્યા છે તે પણ તેમાં છે.
સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓએ જણાવ્યું છે કે મેટલ સ્ક્રેપનો વેપાર કરતા ઘણા વેપારીઓ પણ આ રીતે ખોટા બિલ બનાવીને કરોડો રૂપિયાના ય્જી્ની ઉચાપત કરતા હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓને આવા ઘણા વેપારીઓ વિશે માહિતી મળી છે. આ કેસની તપાસ ચાલી રહી છે તેથી વધુ ધરપકડ થવાની શક્યતા છે.