Ahmedabad થી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું

Share:

Ahmedabad,તા.29

મહાકુંભને પગલે અમદાવાદથી પ્રયાગરાજનું એરફેર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું છે. 

ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં અમદાવાદથી 9 કલાક 40 મિનિટનો સમય લઈને લંડન પહોંચાડતી ફ્‌લાઇટનું એરફેર રૂપિયા 30,623 છે. જેની સરખામણીએ આ જ સમયગાળામાં અમદાવાદથી 1.50 કલાકનો સમય લઈને પ્રયાગરાજ પહોંચાડતી ફ્લાઇટનું ભાડું 34,340 રૂપિયા છે. આ ઉપરાંત અમદાવાદ-દુબઈનું વન-વે એરફેર અમદાવાદ-દુબઈ કરતાં 3 ગણું ઓછું છે. અમદાવાદ-દુબઈનું ઓછામાં ઓછું વન-વે એરફેર 12500 રૂપિયા છે.

અમદાવાદથી અયોધ્યાનું વન-વે એરફેર પણ હાલ વધીને 34 હજાર રૂપિયા થઈ ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર 7 હજાર રૂપિયાની આસપાસ હોય છે. આ સિવાય અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં 3 ગણું વધીને 26 હજાર રૂપિયા થઈ ગયું છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *