Ahmedabad,તા.29
અમદાવાદના શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખોખરા વિસ્તારમાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને વિદ્યાર્થિનીને તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. હાલ મામલે પોલીસે આરોપી શિક્ષક ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, ખોખરા વિસ્તારમાં આવેલી પ્રોગ્રેસીવ એજ્યુકેશન સ્કૂલના જિગ્નેશ ગોહિલન નામના શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત દુષ્કર્મ આચરીને વિદ્યાર્થિની અશ્લિલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે, આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જો કે, હાલ ખોખરા પોલીસે આરોપી જિગ્નેશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. આરોપીએ અગાઉ પણ કોઈ વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય કર્યુ નથી ને તેને લઈને પણ તપાસ હાથધરી છે.