Ahmedabad,તા.23
સાયબર ક્રાઇમના ગુનામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે તેમાંયે સોશિયલ મિડિયામાં જાહેરાત આપીને વોટસએપ નંબર મૂકવામાં આવે છે અને અભણ લોકોને લોન આપવાની લાલચ આપીને છેતરપીડીં કરવામાં આવી રહી છે, સારંગપુરમાં રહેતા અને ટેમ્પો ચલાવતા યુવકે લોન આપવાની લાલચ આપી હતી ઓટીપી નંબર મેળવીને શ્રમજીવી યુવક પાસેથી રૃા. ૨૧ હજાર પડાવ્યા હતા. આ બનાવ અંગે કાલુપુર પાલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને જૂનામાં ટેમ્પો લેવા રૃા. ૫૦ હજારની લોન લેવી હતી ગઠિયાએ બહાના કાઢીને ૨૬ હજાર મેળવ્યા હતા સાઇબરમાં અરજીની જાણ થતાં ૫૦૦૦ પરત કર્યા
સારંગપુરમાં રહેતા આધેડે કાલુપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકને જૂનામાં ટેમ્પો ખરીદવાનો હોવાથી રૃા. ૫૦ હજારની પર્સનલ લોન લેવાની જરૃર પડતા તે શોધમાં હતા. તેવામાં તા. ૧૩ ઓગસ્ટે તેમના મિત્રએ લોન માટે જાહેરાત જોઇને નંબર મોકલ્યો હતો. જેથી ફરિયાદી યુવકે ફોન કરતા ગઠિયાએ લોન થઇ જશે કહીને માટે ડોક્યુમેન્ટ મોકલવાનું કહેતા આધાર કાર્ડ સહિતના પુરાવા મોકલ્યા હતા.
બાદમાં ગઠિયાએ રૃા. ૧.૫૦ લાખની લોન થઇ જશે કહીને ફાઇલ ચાર્જના રૃ. ૧૧૮૦ પડાવ્યા હતા અને બે દિવસમાં લોન થઇ જશે તેમ જણાવ્યું હતું જો કે લોન ન થતા ફરિયાદીએ ફોન કરતા ગઠિયાએ તમારે કોઇ લોન ચાલું છે તેમ પૂછતા વનકાર્ડ ક્રેડિટ કાર્ડ હોવાનું કહેતા ગઠિયાએ ફોટો મંગાવીને લોન પ્રોસેસ માટે ઓટીપી માંગીને કુલ રૃા. ૨૧ હજાર ઉપાડી લીધા હતા. જેથી તે અંગે યુવકે પૂછતા ફિક્સ ડિપોઝીટના કપાયા છે તે પરત મળી જશે ત્યારબાદ ગઠિયાએ ફોન ઉપાડવાનું બંધ કરતા ઠગાઇની જાણ થઇ હતી.