Team Indiaની જીત,PM મોદી,અમિત શાહ,યોગી,રાહુલ સહિત રાજકીય દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી

Share:

Dubai,તા.10

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી સહિત રાજકીય દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી છે. આ સાથે પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએપ અખ્તરે પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપી છે.

વડાપ્રધાન મોદીએ ‘X’ પર લખ્યું કે, ‘એક અસાધારણ રમત અને એક અસાધારણ પરિણામ! ICC ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા માટે આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેમણે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાનદાર પ્રદર્શન માટે આપણી ટીમને શુભેચ્છા.’અમિત શાહે ભારતીય ટીમને શુભેચ્છા આપતા ‘X’ પર લખ્યું કે, એક એવી જીત જે ઈતિહાસ રચી દેશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર જીત હાંસલ કરવા પર ટીમ ઈન્ડિયને શુભેચ્છા. મેદાન પર તમારી એનર્જી અને અજેય પ્રભુત્વએ દેશને ગૌરવશાળી કર્યો અને શાનદાર ક્રિકેટ માટે એક નવું સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યું છે.રાજનાથ સિંહે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા અને લખ્યું, ‘આ ભારતીય ક્રિકેટ ટીમનો શાનદાર વિજય અને શાનદાર પ્રદર્શન છે! ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. ભારત આ જીતથી ખૂબ ખુશ છે. ક્રિકેટ કૌશલ્યના આ અદ્ભુત પ્રદર્શન માટે આખી ટીમને અભિનંદન! આજની જીત ઘણા યુવાનો અને મહત્વાકાંક્ષી ક્રિકેટરોને પ્રેરણા આપશે.’

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી અને લખ્યું, ‘ઐતિહાસિક જીત… ચેમ્પિયન્સને અભિનંદન! દેશવાસીઓને હાર્દિક અભિનંદન! દેશને ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડી પર ગર્વ છે જેમણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને તહેવારોની મોસમને વિજયના રંગોથી વધુ રંગીન અને આનંદમય બનાવી દીધી. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ.’

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મહાન વિજયી બ્વૉય! તમારામાંથી દરેકે અબજો હૃદય ગર્વથી ભરી દીધા છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરેખર પ્રેરણાદાયક રહ્યું છે. અભિનંદન, ચેમ્પિયન્સ!’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *