Chandigarh,તા.24
મધ્યપ્રદેશનાં પૂર્વ સીએમ અને હાલ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બાદ હવે પંજાબ ભાજપનાં પ્રમુખ સુનિલ જાખડે ચંદીગઢ દિલ્હીની ઈન્ડીગોની ફલાઈટની તૂટેલી સીટની તસ્વીરો શેર કરી છે.
જાખડે એકસ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, 27 મી જાન્યુઆરીએ ફલાઈટમાં તૂટેલી સીટના બારામાં કેબિન ક્રુને જણાવ્યું હતું કે, હંમેશાની જેમ વિનમ્ર કેબીન ક્રુએ તેમને ઈન્ડીગોની વેબસાઈટ પર ફરિયાદ કરવાનું કહ્યું હતું. તેમણે ઈન્ડીગો અને એર ઈન્ડીયા પર ચલતા હૈ વાળા રવૈયો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે ડીજીસીએને અપીલ કરી હતી કે બન્ને એર લાઈન્સ ઉડાનોના સુંદર સંચાલનની સાથે સાથે સુરક્ષાનાં ધોરણો સાથે સમાધાન ન કરે. જાખડે લખ્યુ હતું તૂટેલી સીટો માત્ર એર ઈન્ડિયા સુધી સીમિત નથી. અહી 27 મી જાન્યુઆરીએ ચંદીગઢ-દિલ્હી ઈન્ડીગો ફલાઈટની કેટલીક તસ્વીરો છે.
જેમાં અનેક સીટોના ઢીલા કુશન દેખાઈ રહ્યા છે. જાખડે ઈન્ડીગો, ડીજીસીએ અને નાગરીક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને ટેગ કરતાં લખ્યુ કે હૂં ઢીલી કુશન કે સીટોના આરામથી ચિંતીત નથી પણ આ બે મુખ્ય એર લાઈનોનાં ચાલે છે વાળૂ વલણ સુરક્ષાનાં ધોરણોનાં પાલન સુધી ન ફેલાય.