પ્રિયદર્શનની ‘Hera Pheri 3’માં અભિનેત્રી તબ્બુની એન્ટ્રી

Share:

તબ્બુના હેરા ફેરીના સહ-અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયદર્શનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

Mumbai, તા.૬

પ્રિયદર્શનની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ની ત્રીજી શ્રેણી પર તબ્બુએ પ્રતિક્રિયા આપી છે. તબ્બુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે આ કાસ્ટ તેના વિના અધૂરી છે.તબ્બુએ તેની પહેલી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે પણ કામ કર્યું હતું. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પ્રિયદર્શનની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’માં જોવા મળેલા કલાકારોમાંની એક તબ્બુએ ફિલ્મની ત્રીજી શ્રેણી વિશે કહ્યું છે કે ‘હેરી ફેરી-૩’ની કાસ્ટ તેના વિના અધૂરી રહેશે. તબ્બુના હેરા ફેરીના સહ-અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયદર્શનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જેના જવાબમાં ફિલ્મ નિર્માતાએ જવાબ આપ્યો હતો કે તે હેરા ફેરી ૩ બનાવવા માટે તૈયાર છે. સોમવારે રાત્રે તબ્બુએ ઇન્સ્ટાગ્રામ પર કુમારની પોસ્ટ ફરીથી શેર કરી, લખ્યુંઃ “અલબત્ત, મારા વિના કલાકારો પૂર્ણ ન હોત. આમાં તબ્બુએ અનુરાધાની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે ‘હેરા ફેરી’ એક સુપર બોલિવૂડ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૦ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં હતા. આ  ફિલ્મ ગેરેજ માલિક બાબુરાવ ગણપતરાવ આપ્ટે (પરેશ રાવલ), એક ચાલાક અને ભટકતો છોકરો રાજુ (અક્ષય કુમાર) અને એક સંઘર્ષશીલ શ્યામ (સુનીલ શેટ્ટી) ની વાર્તા કહે છે. આમાં તબ્બુએ અનુરાધાનું પાત્ર ભજવ્યું હતું. પ્રિયદર્શનની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બાંગ્લા’નું શૂટિંગ ત્રણેય કલાકારો ૨૦૦૬ ની સિક્વલ ‘ફિર હેરા ફેરી’ માં દેખાયા હતા પરંતુ તબ્બુ તેમાં નહોતી. ‘હેરા ફેરી’ ફિલ્મ ળેન્ચાઇઝીના નિર્માતાઓએ હજુ સુધી ત્રીજી શ્રેણીની સત્તાવાર જાહેરાત કરી નથી. તબ્બુ, અક્ષય કુમાર અને પરેશ રાવલ હાલમાં પ્રિયદર્શનની આગામી હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બાંગ્લા’નું શૂટિંગ કરી રહ્યા છે, જે ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *