આ સિવાય શ્રૃતિ નારાયણને કહ્યું કે, એક પીડિતાનો ન્યાય કરવો અને તેના પર આરોપ લગાવવા એ ખોટું છે
Mumbai, તા.૨૯
તમિલ અભિનેત્રી શ્રૃતિ નારાયણ હાલમાં ચર્ચામાં છે. કારણ કે, કથિત રુપે તેના કાસ્ટિંગ કાઉચનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. જેના કારણે તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. ૧૪ મિનિટના વાયરલ વીડિયોમાં એક મહિલાને નગ્ન અવસ્થામાં બતાવવામાં આવી છે. તેનો ચહેરો શ્રૃતિ નારાયણન જેવો છે. આ ક્લિપ સોશિયલ મીડિયા ઠ પર વ્યાપકપણે શેર થઈ રહી છે.આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ હોબાળો મચી ગયો છે. જે બાદ એવા પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આ વીડિયો છૈં નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે કે પછી ડીપફેક હોઈ શકે છે. તો અહીં શ્રૃતિ નારાયણન અને તેનો પરિવાર પણ ચિંતિત છે.શ્રૃતિ નારાયણન આ સમગ્ર મામલે ભડકી ઉઠી છે. અને તેથી તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક નિવેદન જારી કરીને વીડિયો શેર કરનારાઓરાઓ પર ગુસ્સો ઠાલવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, ‘આ મારા અને મારા પરિવાર માટે મુશ્કેલ સમય છે.’શ્રૃતિએ લખ્યું, ‘હું પણ એક છોકરી છું અને મને પણ લાગણીઓ છે. મારા પણ સગાંસંબંધિઓ છે. તમે લોકો આને વધુ ખરાબ કરી રહ્યા છો. હું તમને વિનંતી કરું છું કે આને જંગલની આગની જેમ ન ફેલાવો.અભિનેત્રીએ યુઝર્સની ટીકા કરતાં કહ્યું કે, જો તેમને એટલી જ મજા આવતી હોય તો, તેમણે તેમની માતા કે બહેનના વીડિયો જોવા જોઈએ, કારણ કે તેમનું શરીર પણ શ્રૃતિ જેવું છે.આ સિવાય શ્રૃતિ નારાયણને કહ્યું કે, ‘એક પીડિતાનો ન્યાય કરવો અને તેના પર આરોપ લગાવવા એ ખોટું છે. આ ઉપરાંત કોઈના પણ આવા વીડિયો શેર કરવા એ પણ કાયદાકીય રીતે ગુનો છે. અને લોકોએ માનવતાને ભૂલવી ન જોઈએ.’ શ્રૃતિ નારાયણ તમિલ સિનેમાની જાણીતી અભિનેત્રી છે. ચેન્નઈની રહેવાસી શ્રૃતિ ટીવી શો માં જોવા મળી છે.