Rajkot: રૂ.૧૩,૭૧ લાખનો ચેક રીટર્ન કેસમાં આરોપીને દોઢ વરસની સજા

Share:
વળતર એક માસમાં ન ચુકવે તો વધું ૬ માસની સજાનો હુકમ
Rajkot,તા.28
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ પરત કરવા આપેલો ચેક રીટર્ન થવાનો કેસ ચાલી જ્યાં અદાલતે આરોપીને દોઢ વરસની સજા અને ચેક મુજબનું વળતર ચુકવવાનો હુકમ સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટે કર્યો છે.આ કેસની ટુકમાં હકીકત એવી છે કે, શહેરમાં રહેતો અશોકભાઈ રામજીભાઈ કપૂરીયાએ મિત્રતાના દાવે આરોપી મુકેશભાઈ વ્રજલાલ કાપડીયાને સબમર્શીબલ પંપના ધંધાના વિકાસ માટે રૂ.૧૩,૭૧,૩૬૬ લીધા હતા. રકમ પરત આપતી વખતે પેઢી પાવર પોલીમર્શના નામનો ચેક આપેલો હતો. જે ચેક રીટર્ન થતા નોટીસ આપેલી. આરોપીએ ચેક મુજબની રકમ ચુકવવા દરકાર કરેલ નહી. જેથી અદાલતમાં ફરીયાદ દાખલ થઈ હતી, જેમા ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર રજુઆતો અને વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ પાંચમાં એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ ડી.આર.જગુવાલાએ આરોપી મુકેશભાઈ કાપડીયાને ૧ વર્ષ અને ૬ માસની સાદી કેદ તથા ચેકની રકમ મુજબનું વળતર એક માસમાં ન ચુકવે તો વધું ૬ માસની સજાનો હુકમ કર્યો છે. ફરીયાદી વતી વકીલ તરીકે રમેશ પટેલ, મુકતા પટેલ, રણજીત મકવાણા બી.સાવલીયા, હર્ષા ભંડેરી સહાયક આદિત્ય ભંડેરી, જય હાલપરા રોકાયેલ હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *