ભાગીદારી છુટ્ટી કર્યાં બાદ રકમ ચુકવવાની ન થતા છતાં પૈસાની માંગણી કરી રકમ કઢવવા હવાલો આપ્યો તો
Rajkot,તા.01
શહેરમાં સવા બે કરોડની ખંડણી માગી સ્કોર્પિયોમા અપહરણ કરી ગોંધી રાખી માર મારવાના ગુનામાં ચીફ કોર્ટ દ્વારા આરોપીઓની રિમાન્ડ અરજી નામંજુર કરી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ફરિયાદી આનંદ ગિરધરભાઈ કણસાગરા અને આરોપી અમિત પ્રફુલચંદ્ર કાચા તથા અન્ય આરોપીઓએ ભાગીદારીમાં ઓડીસા મુકામે કારખાનું ચાલુ કર્યું હતું અને જે કારખાનું ચાલતું ના હોઈ અને લોક ડાઉનમા આવક બંધ થતાં કારખાનામાંથી છુટ્ટા થઇ ગયા હતા અને ભાગીદારી પેટે અરજદારને રૂપિયા ૭૫ લાખ અને અન્ય આરોપીઓના દોઢ કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. ફરિયાદીએ આરોપીઓને રકમ ચુકવવાની ન હોવા છતાં પૈસાની માંગણી કરી જાહિર સંઘવાણીને રકમ કાઢવી આપવા હવાલો આપ્યો હતો. જેથી જાહિદ અને તેની સાથે અન્ય ૮ શખ્સોએ યુનિવર્સીટી રોડ પરથી નંબર પ્લેટ વગરની સ્કોર્પિઓ કારમાં અપહરણ કરી ચાલુ ગાડીએ માર મારી હનુમાન મઢી આગળ અને ત્યાંથી રૂખડિયાપરામાં માલ ઢોર બાંધવાના ખુલ્લા વાડામાં જઇ પાઇપ વડે માર મારી અમિતભાઈ કાચાને રૂ.50 લાખ આપવાના છે. અને રવીવાર સુધીમાં આપી દઈશ તેવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. તેમજ રૂ.5 લાખ નહિ દે તો તારા ઘરે આવી તારી છોકરીને છરીના ઘા મારી દઈશ તેવી ધમકી પરત મૂકી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા યુનિવર્સીટી આરોપી અમિતની અટક ૪ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. તે દરમિયાન આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે બંને અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ ગ્રાહ્ય રાખી રિમાન્ડ અરજી નામંજુર કરી આરોપીને જમીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આરોપી વતી વકીલ અશ્વિનભાઈ ગોસાઈ, ચિત્રાંક એસ. વ્યાસ, નેહા પી.રાવલ, રવિ મુળીયા, કશ્યપ ઠાકર, બિનાબેન પટેલ, ભાવિન રુઘાની, હાજીભાઇ કાંતેલિયા, સાગર પ્રજાપતિ, સચિન ગોસ્વામી, રાજુભાઈ ગોસ્વામી, યસ ભીંડોરા, વૈશાલી ચાવડા, પ્રશાંત શુક્લા અને ધનરાજસિંહ જાડેજા રોકાયા હતા.