Junagadhતા.7
ભવનાથના શિવરાત્રી મેળા દરમ્યાન જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી રૂા.87 હજારની કિંમતનો આઠ કિલો ગાંજાનો જથ્થો બિનવારસુ મળી આવતા એસઓજી તથા સાયબર સેલે તપાસ હાથ ધરી સાબરકાંઠા જિલ્લાના શખ્સને શોધી કાઢી ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ બસ સ્ટેશનમાંથી ગત તા.23ના બીનવારસુ આઠ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા આ જથ્થો પોલીસે કબ્જે કરી મુકનારની શોધખોળ એસઓજી પોલીસે હાથ ધરી હતી.
સાયબર સેલ દ્વારા સીસી ટીવી ફુટેજ આધારે તથા ટેકનીકલ સોર્સના આધારે આ શખ્સ સાબરકાંઠા જિલ્લાનો હોવાનું બહાર આવ્યું હતું.
આ દિશામાં એસઓજી પોલીસે તપાસ હાથ ધરતા તે પોસીના તાલુકાના ઠાલીકાંકરનો તરૂણ પોપટ બુબડીયા (ઉ.18) હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી ગાંજાના જથ્થા અંગે તપાસ હાથ ધરી છે.
શીલ પોલીસમાંથી મળતી વિગત મુજબ ફરીયાદી ગૌતમભાઈ ડાયાભાઈ કાથડ (ઉ.28)ના નાનાભાઈ રાજેશ ઉર્ફે રાજુ ડાયાભાઈ કાથડ (ઉ.26)ને તેના જ ગામમાં અજીત કાથડની પત્નિ પ્રિતી સાથે લવ અફેર હોય તેની ખબર પ્રિતીબેનના પતિ અજીતને ખબર પડી જતા અજીત તેમ જ તેના મોટા બાપાનો દિકરો વિજય કાથડ બન્નેએ પ્રિતી સાથે સબંધ ન રાખવા વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજેશ ગળે ફાંસો ખાઈ લેતા માત નોંધાયું હતું. પીએસઆઈ સોલંકીએ તપાસ હાથ ધરી છે.