વાડીમાં જમણવાર દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઢીમ ઢાળી દીધું હતું
Rajkot,તા.04
કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તાર માં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે યુવકની કરપીણ હત્યાના ગુના નો કેસ ચાલી જતા અદાલતે રતનપરનો અમિત ઉર્ફે ટકો રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ભરતભાઈ ચનાભાઈ એંધાણી નામના યુવકની રતનપર ગામે રહેતો અમિત ઉર્ફે ટકો કિશોર રાઠોડ નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા અંગેની કુવાડવા રોડ પોલીસ મથક મા મૃતક ના ભાઈ મુકેશ ચન્નાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અમિત ઉર્ફે ટકાની ધરપકડ કરી પ્રાથમિક તપાસમા લાલુભા જાડેજા ની વાડીમાં ઉભો પાક સૂકાતો હોય જેથી મદદ કરવા સારું પ્લાસ્ટિકની પાણીની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરી વાડીમાં જમણવાર ગોઠવેલો હતો ત્યારે અમિત ઉર્ફે ટકો અને ભરત એધાણી સાથે થયેલી બોલાચાલી નો ખાર રાખી મોતને ઘાટ ઉતારીયાનું જણાવ્યું હતું. બાદ તપાસ પૂર્ણ થતા અમિત ઉર્ફે ટકા ને જેલ હવાલે કરી તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જ સીટ રજૂ કરવામાં આવ્યું હતું..આ કામમાં નજરે જોનાર સાહેદોને તપાસવામાં આવેલ છે તે સાહેદોની જુબાનીમાં વિરોધાભાષ આવેલ છે આ સાહેદોની જુબાનીથી ગુજરનારે ખુન કરેલ છે તેવુ રેકર્ડ ઉપર આવતુ નથી.આ કામમાં તમામ પંચો પોલીસ ના કેસને સમર્થન આપેલ નથી એફ.એસ.એલના રીપોર્ટથી પણ સમર્થન મળતુ નથી જેથી આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવા ની રજુઆત કરેલી ઉપરોકત હકિકત અને દલીલો તેમજ રેકર્ડ ઉપર ના પુરાવાઓને ધ્યાનમાં લઈ આરોપી ને છોડી મુકવાનો હુકમ કરેલ છે. અમીત ઉર્ફે ટકો કિશોરભાઈ રાઠોડ વતી એડવોકેટ પીયુષ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, વીજયભાઈ પટગીર, જીતેન્દુભાઈ ધુળકોટીયા, હર્ષીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા, રૂત્વીકભાઈ વધાસીયા અને સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.