હિસ્ટ્રીસિટર સદ્દામ એ વોન્ટેડ દરમિયાન કોઈ ગંભીર ગુનો આચાર્યો છે કે કેમ? રિમાન્ડની તજવીજ
Junagadh,
જુનાગઢ જિલ્લાના હત્યાના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને એલસીબી ની ટીમે મજેવડી દરવાજા પાસેથીજ ઝડપી લીધો હતો. પોલીસ માંથી પ્રાપ્ત થતી જિલ્લાના અલગ અલગ ગુનામાં ફરારી આરોપીઓને દબોચી લેવા ની કવાયત ના પગલે એલસીબી પી.આઈ જે જે પટેલ, પીએસઆઇ ડી ,કે ઝાલા, ટીમે બાતમી દારોને કામે લગાડી હાથ ધરેલ તપાસ દરમિયાન મજેવડી દરવાજા દરગાહ કાંડ અને હત્યા ના ગુનામાં ફરાર સદ્દામ જુંસબ દલ મજેવડી દરવાજા પાસે ઉભો હોવાની બાતમીને આધારે કાર્યવાહી કરી વોચ ગોઠવી એલસીબી ટીમ સદામને મજેવડી દરવાજા પાસેથી દબોચી લીધો હતો, ફરાર સમય દરમિયાન સદામે કંઈ ગંભીર ગુના કર્યા છે કે કેમ ? તે અંગેની તપાસ માટે રિમાન્ડનીહાથ ધરાય છે