Jamnagarતા ૮
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર હિટ એન્ડ રન ના બનાવમાં એક દંપતિ ઘાયલ થયું હતું. જેમાં બાઈક સવાર યુવાનનું પોતાની પત્નીની નજર સમક્ષ કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યુ છે. જ્યારે પત્નીને ઈજા થઈ છે. આ ઉપરાંત અન્ય એક અકસ્માતમાં ખંભાળિયાના બે યુવાનોને ટ્રકની ઠોકરે ઇજા થઈ છે.
જામનગર શહેર અને જિલ્લામાં અકસ્માતો ની હારમાળા અવિરત ચાલુ રહી છે, અને ખંભાળિયા ધોરી માર્ગ પર મેઘપર નજીક એક દંપત્તિ ઈજાગ્રસ્ત બન્યું હતું. જેમાં પતિએ જીવ ગુમાવ્યો છે, અને પત્ની સારવાર હેઠળ છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ અરજણભાઈ ચાવડા (૪૧) તેના પત્ની વનિતાબેન રાજેશભાઈ ચાવડા (૪૦) કે જેઓ દેવીપૂજક દંપતિ ગઈકાલે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા ગામ ના પાટીયા પાસેથી પોતાના ગઈ કાલે સાંજે બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ટ્રક- ટેન્કર ચાલકે બાઈક ને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં રાજેશભાઈ ચાવડાને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું પોતાની પત્નીની નજર સમક્ષ જ મૃત્યુ નીપજયું છે.
જયારે પત્ની વનિતાબેન ચાવડાને છોલછાલ સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક રાજેશના પુત્ર સચિન રાજેશભાઈ ચાવડાએ પોલીસ ને જાણ કરતાં .એઘપર પડાણાં ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી.જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે ટેન્કર ચાલકની સામે ગુનો નોંધી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગર ખંભાળિયા હાઈવે રોડ પરથી બાઈકમાં જઈ રહેલા ખંભાળિયા ના વતની હેમંતભાઈ જેઠાભાઇ પરમાર અને સંજય અશોકભાઈ પંડ્યા (૪૭) ગઈકાલે જામનગર-રાજકોટ હાઇવે રોડ પર બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન બાણુંગાર ગામના પાટીયા પાસે જી.જે.૧૮ બી.ડબ્લ્યુ. ૧૭૨૮ નંબરના ટ્રક ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક સવાર બંનેને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.