Morbi ના દલવાડી સર્કલ પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત

Share:

Morbi,તા.03

બુલેટ ચાલક, બાઈક ચાલક સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

દલવાડી સર્કલ નજીક આગળ જતા બુલેટને પાછળ આવતી ફોર્ચ્યુંનર કાર ભૂલથી અડી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત બાદ બુલેટના ચાલક સહિતના ચાર ઇસમોએ ઝઘડો કરી કારમાં ધોકા મારી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબીના લીલાપર કેનાલ રોડ પર રહેતા પાર્થ કૌશિકભાઈ ફેફર નામના યુવાને બુલેટ જીજે ૦૩ એ ૮૭૩૬ ના ચાલક, તેની પાછળ બેસેલ અજાણ્યો ઇસમ તેમજ બાઈક ચાલક અને તેની પાછળ બેસેલ ઇસમ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૨ ના રાત્રીના સાડા નવેક વાગ્યે અવની ચોકડીથી મામા ખોડુભાઈની ફોર્ચ્યુનર કાર લઈને ફરિયાદી પાર્થ, તેના મિત્રો સિદ્ધ મોરડીયા, આદિત્ય ધમાસણા અને કૌશિક ઝાલરીયા બધા વાવડી ગામ ક્રિકેટ રમવા જતા હતા કાર ફરિયાદી પાર્થ ચલાવતો હતો અને ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ ચાર રસ્તા પહોંચતા રોડ પર બુલેટ આગળ જતું હતું અને રોડ ક્રોસ કરવા માટે ઉભા હતા ત્યારે આગળનો ભાગ બુલેટના પાછળના ભાગે અડી જતા બુલેટ ચાલક અને તેની પાછળ બેસેલ ઇસમ બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા ગાડી સાઈડમાં ઉભી રાખી બુલેતમાં થયેલ નુકશાની બાબતે વાતચીત કરી હતી અને નુકશાનીના રૂપિયા દશથી પંદર હજાર આપવા સહમત થયા હતા

પરંતુ બુલેટ ચાલકને અકસ્માત ખર્ચના વધારે રૂપિયાની માંગણી કરતા ના પાડી હતી અને બુલેટ ચાલકે ગાડીની ચાવી કાઢી લીધી હતી દરમીયાન બે ઈસમો બાઈક લઈને આવી ધોકા વડે ફોર્ચ્યુનર કારમાં આડેધડ ધોકા મારવા લાગ્યા હતા ગાડીમાં બંને સાઈડના અરીસા અને આગળના ભાગનો મેઈન કાચ તેમજ ખાલી સાઈડના આગળ પાછળના બંને કાચ તોડી નાખ્યા હતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *