New Delhi,તા.31
જે ક્રિકેટરે પોતાની બહેન સાથે લગ્ન કર્યા છે એ ક્રિકેટર પાકિસ્તાની છે અને નામ છે અબ્દુલ રઝાક. પાકિસ્તાનના આધારભૂત ક્રિકેટર એકાદ દાયકા અગાઉ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ ચૂક્યા છે. તાજેતરમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના લગ્ન વિશે ખુલાસો કરતા જોવા મળે છે.
આ કારણસર બહેન સાથે લગ્ન કર્યા હતા
અબ્દુલ રઝાકે પોતાની મસીયાઈ બહેન એટલે કે માસીની દીકરી આયેશા સાથે લગ્ન કર્યા છે. અબ્દુલ રઝાક અને આયેશા વચ્ચે ઉંમરનું મોટું અંતર છે. અબ્દુલ રઝાકના માતા ઈચ્છતાં હતાં કે અબ્દુલ આયેશા સાથે લગ્ન કરે, એટલે માતાની ઈચ્છાનું માન રાખવા માટે અબ્દુલ રઝાક બહેન સાથે લગ્ન કરવા તૈયાર થયા હતા.
માતાની ઈચ્છા હતી
જિયો ન્યૂઝ પર ટેલિકાસ્ટ થયેલા એક ટૉક શો દરમિયાન અબ્દુલ રઝાકે ખુલાસો કર્યો હતો કે, એણે પોતાની સગી માસીની દીકરી સાથે લગ્ન કર્યા હતા એના પાછળનું કારણ એની પોતાની (અબ્દુલની) માતા કારણભૂત હતાં. અબ્દુલ રઝાકે કહ્યું હતું કે, ‘મારી માતાએ મને આયેશા સાથે લગ્ન કરવાનું કહ્યું હતું, પણ હું તે સમયે તૈયાર નહોતો. મેં માતાની ઈચ્છા બાબતે કશો જવાબ આપ્યો નહોતો.’
માતાના મૃત્યુ પછી ઈચ્છા પૂરી કરી
1999ના વર્લ્ડ કપ બાદ અબ્દુલ રઝાકના માતાનું અવસાન થયું હતું. એ પછી અબ્દુલને લાગ્યું હતું કે માતાની આખરી ઈચ્છા પૂરી કરવી જોઈએ. એટલે તેઓ આયેશા સાથે લગ્ન કરવા તૈયાર થયા હતા. લગ્ન સમયે આયેશા ઘણી નાની હતી.અબ્દુલ રઝાકની સફળ ક્રિકેટ કારકિર્દી
અબ્દુલ રઝાક ઉત્તમ ઓલરાઉન્ડર હતા. તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 1996 માં શરૂ થઈ હતી અને 2013 સુધી ચાલી હતી. તેમણે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ, 265 વન ડે અને 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે 46 ટેસ્ટ મેચમાં 3 સદી અને 7 અડધી સદી સાથે 1946 રન બનાવ્યા અને 36.94ની સરેરાશથી 100 વિકેટ લીધી હતી. 265 વન ડે મેચમાં તેમણે 3 સદી અને 23 અડધી સદી સાથે 5080 રન બનાવ્યા હતા અને 31.84ની એવરેજથી 269 વિકેટ લીધી હતી. 32 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે 393 રન બનાવ્યા હતા અને 20 વિકેટ લીધી હતી.