Mumbai,તા.18
થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આમિર ખાન ફરી એકવાર કોઈની સાથે રિલેશનશિપમાં છે. હવે, તેના 60માં જન્મદિવસના અવસર પર, આમિરે માત્ર મીડિયાને તેના લેડી લવનો પરિચય જ આપ્યો નથી, પરંતુ ઘણી બધી વાતો પણ કરી છે.
આ દિવસોમાં આમિર ગૌરી સ્ટ્રેટ સાથે રિલેશનશિપમાં છે. ગૌરી પ્રોડક્શન ક્ષેત્રે કામ કરે છે અને આમિર તેને લગભગ 25 વર્ષથી ઓળખે છે. મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં આમિર અને ગૌરીએ જણાવ્યું કે, બંને 25 વર્ષ પહેલા મળ્યા હતા અને ત્યારબાદ તેમની વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.
પરંતુ થોડા સમય પહેલા તેઓ ફરી જોડાયા હતા. આમિરે કહ્યું કે તેઓ છેલ્લા 18 મહિનાથી સાથે છે અને લાઈફ પાર્ટનર બની ગયા છે. આમિરે કહ્યું, ’હું અને ગૌરી 25 વર્ષ પહેલા મળ્યા હતા અને હવે અમે સાથે છીએ. અમે એકબીજા પ્રત્યે ગંભીર છીએ અને પ્રતિબદ્ધ પણ છીએ, અમે દોઢ વર્ષથી સાથે છીએ.
આમિરે જણાવ્યું કે ગૌરી છ વર્ષના પુત્રની માતા છે. તેણે કહ્યું કે તે તેના પરિવારના સભ્યોને પણ મળી ચૂક્યો છું. અને તેમના પરિવારજનો તેમના સંબંધોથી ખુશ છે. તેની 2001ની હિટ લગાનનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું, ’ભુવનને આખરે તેની ગૌરી મળી ગઈ છે.’ આ અવસર પર આમિરે એમ પણ કહ્યું કે તેણે ગૌરીનો પરિચય તેના જૂના મિત્રો શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે મુંબઈમાં તેના ઘરે કરાવ્યો છે. આમિરે એમ પણ કહ્યું કે તે દરરોજ ગૌરી માટે ગીત ગાય છે.
જ્યારે આમિરને ગૌરી સાથે લગ્ન કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકમાં કહ્યું, ’મને ખબર નથી કે 60 વર્ષની ઉંમરે લગ્ન મારા માટે યોગ્ય છે કે નહીં. મારા બાળકો આ સંબંધથી ખુશ છે.
હું ખૂબ નસીબદાર છું કે મારી ભૂતપૂર્વ પત્નીઓ સાથે મારા આટલા સારા સંબંધો છે. તેણે આગળ કહ્યું, ’હું નસીબદાર છું કે હું હંમેશા મજબૂત સંબંધમાં રહ્યો છું. જેમ કે, રીના અને મેં 16 વર્ષ સાથે વિતાવ્યા અને પછી કિરણ અને મેં 16 વર્ષ સાથે વિતાવ્યા અને ઘણી રીતે અમે હજુ પણ સાથે છીએ. હું ઘણું શીખ્યો છું અને જીવનમાં ઘણુ બધું શીખવા મળ્યુ છે. હું ગૌરી સાથે આનંદની અનૂભૂતિ અનુભવું છું.