Mumbai,તા.1
આમિર ખાન ફરીથી પ્રેમમાં પડયો હોવાના સમાચાર બોલીવૃડમાં ચર્ચાસ્પદ બન્યા છે. 59 વર્ષનો આમિર બેન્ગલોરની કોઈક મહિલાના પ્રેમમાં છે અને બંન્ને વચ્ચેની રિલેશનશિપ સિરિયસ હોવાનું જણાઈ રહ્યું છે.
એવી ચર્ચા છે કહેવાય છે કે, આમિરે આ મહિલાને પોતાના પરિવાર સાથે મળાવી પણ છે. આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નની તેને આઈરા અને જુનૈદ નામનાં સંતાનો છે.
રીના અને આમિરના 2002માં ડિવોર્સ થયા હતા.આમિરે 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. 15 વર્ષના લગ્નજીવન પછી તેમણે છુટાં પડવાની જાહેરાત કરી હતી.
આમિર અને કિરણને આઝાદ નામનો પુત્ર છે જેનો જન્મ સરોગસીથી થયો છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે, આમિર અને ફાતિમાં સના શેખ વચ્ચે કંઈક છે. ફાતિમાં સાથે આમિર ત્રીજા લગ્ન કરશે એવી વાતો પણ ઘણા સમય સુધી ચાલતી રહી હતી. પણ હવે લાગે છે કે આમિરના જીવનમાં કોઈ નવી મહિલાની એન્ટ્રી થઈ છે.