Rajkot તા.૧૯
શહેરના કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયા વાડી સર્કલ નજીક યુવાને પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કાળો કકળાટ સર્જાયો હતો કારણ અકબંધ હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સોરઠીયા વાડી સર્કલની બાજુમાં કોઠારીયા મેઈન રોડ પર રહેતા અતુલભાઈ જગજીવનભાઈ વોરા 40 નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર છતમાં દોરી બાંધીને ગળે ફાસો ખાઈ લેતા બેભાન થઇ ગયા હતા પરિવારે 108 ને જાણ કરતા 108ના તબીબ emt એ આવી પહોંચી જોઈ તપાસી મોત જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.પોલીસે મૃતદેહને પી. એમ. માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી મૃતકે ક્યાં કારણે પગલું ભર્યું તે જાણવા માટે પોલીસે તપાસ આગળ ચલાવી.