શ્રીમદ્ ભાગવત એ મહાપુરાણ છે. ભગવાન વેદવ્યાસની સમાધિભાષા છે. શ્રીમદ્ ભાગવતના મુખ્ય વક્તા શુકદેવજી છે. ત્યારબાદ નારદજી અને સુતજી છે. શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવા માટે આપણે ભગવાન શ્રીકૃષ્ણમાં અખુટ પ્રેમ અને શ્રદ્ધા રાખવા જોઈએ. કથાનું શ્રવણ કરતી વખતે આપણે આપણી જાતને પરીક્ષિત બનાવીને જો કથા ગ્રહણ કરીએ તો તેનું સંપુર્ણ ફળ જેમ પરીક્ષિત રાજાને મળ્યું તેમ આપણને મળે. શુકદેવજીમાં દૃઢ વૈરાગ્ય છે. તેથી તેઓ ઉત્તમ અધિકારી છે. શ્રોતા અને વક્તામાં જેમ જેમ વૈરાગ્ય વધે, તેમ તેમ ભાગવતમાં અધિકાર વધારે હોય. સંસારમાં જેને વૈરાગ્ય આવે તે ભાગવતનો અધિકારી બને. સંસારમાં વૈરાગી વ્યક્તિને ભાગવતનું ફળ જલદી મળે છે. વૈરાગ્યયુક્ત વક્તા શુકદેવજી હોવાથી કથાનું ફળ શ્રોતાને જલદી મળે છે. ભગવાન શંકરે શુક સ્વરૂપે ભાગવતની કથા સાંભળી હતી. વેદવ્યાસ પુર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણની જ્ઞાાનકલાના અવતાર છે. વ્યાસજી એ આ કથા प्रवतन्तं શબ્દોમાં કહી છે શુકદેવજી જ્ઞાાની છે.
જેનામાં જ્ઞાાન અને વૈરાગ્ય છે. તે સ્વયં ભગવાનનો અવતાર છે. ભાગવત (નિગ્રહ) સંયમ રાખતા શીખવે છે. ઈન્દ્રિયોની લગામને હાથમાં રાખતા શીખવે છે. પ્રભુની કૃપા મેળવી આપે છે. વ્યર્થ સંકલ્પોમાંથી છોડાવે છે. શુકદેવજી બ્રહ્મજ્ઞાાની છે. બ્રહ્મજ્ઞાાનના પ્રભાવે સર્વભાવ તેમનામાં બિરાજે છે. શુકદેવજીમાં રાગ, ભય અને ક્રોધ નથી તેઓ બ્રહ્માત્મકભાવે ભાવચિંતન પરાયણ મુનિ છે. તેમના હૃદયમાં ભાવપૃષ્ટિ છે. ભગવાન સાથે તેમનો સ્નેહસંબંધ દૃઢ છે. કથા ભગવાનમાં રતિ દઈ પ્રગતિ કરાવી મહાપતિ બનાવે છે.
ભાગવત કથા મનના મરેલાને ઉત્સવરૂપ નવું જીવન દેનારી છે. તેથી તે અમૃત છે. સમજવામાં સરળ, એક રસ કરી અને નિરસને સરસ બનાવવા વાળી છે. કથામાં કોઈપણ વખતે હૃદયમાં રાખવા કરતાં પ્રભુને જાણવા, માણવા અને હૃદયમાં રાખવા. કથા અજ્ઞાાનનો અંધકાર દુર કરી પરમાત્માની પ્રાપ્તિ કરાવનારી છે.
कर्णयो रसस्य भगवतः कृष्णस्य अयनं प्राप्ति येत तत् कर्णस्य रसायनम् ।। અર્થાત જેના દ્વારા બે કાનની અંદર રસરૂપી ભગવાન શ્રીકૃષ્ણ પધારે તે કર્ણ રસાયન ભગવતની કથા જીવનમાં નીતિ અને રીતિ શીખવે છે. ભગવાનમાં પ્રીતિ કરાવી, જીવનની ભીતિ બધી દુર કરે છે. કથા શ્રવણની ભગવાનમાં પ્રીતિ તથા નીતિ અને રીતિ સ્વભાવિકપણે આવે છે.
ભાગવત કથા દ્વારા શ્રીકૃષ્ણ કાનમાં પધારે છે. ત્યારબાદ હૃદયમાં સ્થિર થઈને બિરાજે છે. ભગવાનનો રસાસ્વાદ ચાખ્યા પછી જગતનો કોઈ સ્વાદ ચાખવાનો બાકી રહેતો નથી. ભક્તિ, જ્ઞાાન અને વૈરાગ્ય પ્રાપ્ત થતા વિવેક વધે છે. ભગવાન વિષ્ણુના સંબંધી બને તે વૈષ્ણવો કહેવાય છે. વિષ્ણુ સાથે સબંધ સ્નેહ કે શરણાગતિથી થાય છે. વૈષ્ણવો માયાથી થતા મોહને દુર કરી શકે છે. ઘોર કલિયુગમાં જીવ અસુર થઈ જાય ત્યારે ક્લેશથી બધી રીતે પીડાય છે. ત્ત્જીક્રળ્ એટલે પ્રાણ ઈન્દ્રિય ઈદ્રિયોના ભોગ ભોગવવામાં જે પ્રવૃતિ થાય તે અસુર.
અનેક જન્મોના પુણ્યો પ્રાપ્ત થાય ત્યારે ભાગવત કથા સાંભળવા મળે છે અને આચાર વિચારમાં વણાઈ જાય છે. પરીક્ષિત રાજાને ગંગાના કિનારે શુકદેવજીએ ભાગવતની કથા સંભળાવી હતી. કથામૃત મળે તો અંતર નિરોગી રહે છે. પરીક્ષિત રાજાએ દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવનને વધારે મહત્વ આપ્યું છે. શબ્દ અને અર્થ એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના બે સ્વરૂપો રૂપ અને નામ છે. નામાત્મક સ્વરૂપ ભાગવત છે. ભાગવત બાર અંગોવાળું છે. તે અંગો સ્કંધ નામે જાણીતા છે. પુર્ણ (પુરૂષોત્તમ) શ્રીકૃષ્ણ, (શ્રી ગોર્વધનનાથજીનું) નાળાત્મક સ્વરૂપ છે. ભગવાનની લીલા રૂપ છે. ભાગવતના સાચા, સ્પષ્ટ અર્થજ્ઞાાનથી ભગવાનનું સાચું સ્વરૂપ સમજાય છે.
સાત દિવસ સાંભળવાથી મુક્તિ મળે છે. અંત:કરણના દોષો દુર કરી, સંસારના બંધનમાંથી લૌકિક આસક્તિમાંથી દુ:ખમાંથી સંશયમાંથી અને જન્મ મરણમાંથી મુક્તિ આપે છે. કવિ કલિયુગના અનર્થોમાંથી બચવા માટે ભગવાન અને ભગવાનની શરણાગતિ સિવાય બીજું એકપણ સાધન કે ઉપાય છે જ નહિ.
श्रीमद् भागवतादव्योदपं प्रत्यक्षः कृष्ण एव हि ।
स्वीकृतोडेसिमयानाथ मुक्त्यनेम भवसागरे ।।
मनोरथो मदीदोडपंसकलेः सर्वथा त्वया ।
निर्विध्नेनैव कर्तव्यो दासोदहं तव केशव ।।
અર્થાત્ આ શ્રીમદ્ ભાગવત નામે સાક્ષાત શ્રીકૃષ્ણ છે. હે નાથ ! મુક્તિ માટે ભવસાગરમાં મેં આપણું શરણું લીધું છે. મારો આ મનોરથ નિર્વિઘ્ને સર્વથા પુર્ણ કરજો.
– પ્રદ્યુમ્નભાઈ જે. રાવલ
સ્કંધ | લીલા | મુખ્ય ક્રમાનુસાર | ઉપાસના માટે | અન્ય ક્રમ |
– | – | અંગ | અન્ય અંગક્રમ | – |
પ્રથમ | અધિકાર | જમણો ચરણ | બે ચરણ | બે ચરણ |
દ્વિતીય | સાધના(જ્ઞાાન) | ડાબો ચરણ | – | બે ઢીંચણ |
તૃતીય | સર્ગ | જમણો બાહુ | બે ઉરુ | બે ઉરુ |
ચતુર્થ | વિસર્ગ. | ડાબો બાહુ | – | કટિ |
પંચમ | સ્થાન | જમણો ઉરુ | કટિ | નાભિ |
ષષ્ઠ | પોષણ | ડાબો ઉરુ | ગુહ્ય | હૃદય |
સપ્તમ | ઉતિ | જમણો હસ્ત | ઉદર | ઉર |
અષ્ટમ | મન્વતર | જમણો સ્તન | હૃદય | કંઠ |
નવમ | ઈશાનુકથા | ડાબો સ્તન | બે કર | બે ખભા |
દસમમ | નિરોધ | હૃદય | મુખ | મુખ |
એકાદશ | મુક્તિ | મસ્તક | લલાટ | મસ્તક |
દ્વાદશ | આશ્રમ | ઉંચો કરેલો ડાબો હસ્ત | મસ્તક | બ્રહ્મરંધ્ર |