Mumbai તા,23
આજે કરીના કપૂર ખાનને કોઈ પરિચયની જરૂર નથી. લગભગ અઢી આ દાયકાની કારકિર્દીમાં બેબોએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક એવું સ્થાન હાંસલ કર્યું છે જ્યાં દરેક વ્યક્તિ પહોંચી શકતી નથી. ક્યારેક તે ક્લાસી પૂ બની ગઈ તો ક્યારેક મોટા પડદા પર બબલી ગીતથી પ્રચલિત બની. તેણે પોતાના તમામ પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ અભિનેત્રી પહેલા એક્ટ્રેસ નહીં પરંતુ વકીલ બનવા માંગતી હતી.
એક્ટિંગ પહેલા વકીલ બનવા માંગતી હતી
કરીના કપૂર ખાને એક ઈન્ટરવ્યૂમાં રસપ્રદ ખુલાસા કર્યા હતા. અભિનય કારકિર્દી વિશે તેણે કહ્યું કે ‘હું એક્ટિંગમાં આવી તે પહેલા વકીલ બનવા માંગતી હતી. હું સમર કોર્સ માટે હાવર્ડ જેવી જાણીતી યુનિવર્સિટીમાં ગઈ હતી. જેના માટે હું ખૂબ ગર્વ અનુભવું છું, પરંતુ હું કેવી રીતે વકીલાત છોડીને અભિનયની દુનિયામાં આવી ગઈ છું.’
કોઈએ મને દબાણ કર્યું નથી કે મને અભિનયમાં ધકેલી નથી
આ દરમિયાન કરીનાએ શૈક્ષણિક કારકિર્દી અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે ‘અભિનયથી હું દૂર રહી શકતી નથી. હું હાવર્ડ સમર સ્કૂલમાં ગઈ હતી, મારી પાસે તે કેમ્પસમાં એક ફોટો પણ છે. મેં વિચાર્યું હતું કે હું એક વકીલ બનીશ. હું આ તબક્કામાંથી પસાર થઈ છું, પરંતુ અભિનયથી હું વધુ સમય દૂર રહી ના શકી.’
શું તેના માતા પિતામાંથી કોઈએ તેના પર અભિનય પસંદ કરવા દબાણ કર્યું હતું? આવા પ્રશ્નના જવાબમાં કરીનાએ કહ્યું કે ‘મારા માતા-પિતા અને બહેન કરિશ્મા કપૂર પણ એક્ટિંગ ફિલ્ડમાં હોવા છતાં મારા પર એક્ટિંગ પસંદ કરવાનું ક્યારેય દબાણ નહોતું. મને કોઈએ અભિનયમાં ધકેલી નથી. હું જે પણ કરવા માંગતી હતી, તેનાથી મારા માતા પિતા ખુશ હતા. હું સમર સ્કૂલમાં હતી અને વિચારતી હતી કે હું શું કરવા માંગુ છું. તેથી એવું નહોતું કે કોઈ મારા પર દબાણ કરી રહ્યું હતું.’