Medicalનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો,અધવચ્ચે અભ્યાસ છોડશો તો થશે મોટું નુકસાન

Share:

New Delhi,તા.03

મેડિકલનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચે અભ્યાસ છોડી દેશે તો તેને આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમ અન્ડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સુપર સ્પેશિયાલિટી કોર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયો છે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નિર્દેશ પ્રમાણે આ નિયમો લાગુ કરાયા છે. બીજી તરફ હવે અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા વિદ્યાર્થીઓ પાસેથી 5 લાખ રૂપિયાનો દંડ નહીં વસૂલાય.

મેડિકલ એજ્યુકેશનના મહાનિર્દેશક કિંજલ સિંહ દ્વારા શુક્રવારે લખનઉની તમામ મેડિકલ અને ડેન્ટલ કોલેજોને આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે એમબીબીએસ, એમડી, એમએસ, એમસીએચ, બીડીએસ અને એમડીએસ જેવા કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ અભ્યાસ અધવચ્ચે જ છોડતા પહેલા ઘણું વિચારવું પડશે. અત્યાર સુધી રૂ. 5 લાખનો દંડ ભર્યા બાદ તે અધવચ્ચે અભ્યાસ છોડીને આગામી સત્રમાં અન્ય કોર્સમાં એડમિશન લઈ લેતા હતા.

હવે જો તેઓ આવું કરશે તો તેમણે પ્રવેશ માટે એક વર્ષ રાહ જોવી પડશે કારણ કે તેને આગામી સત્રમાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. NMCએ આ નિયમને શૈક્ષણિક સત્ર 2024-25થી લાગુ કર્યો છે. જે વિદ્યાર્થીઓએ અગાઉના શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લીધો હોય તેમને આ નિયમ લાગુ નહીં થશે. તે દંડ ભરીને પોતાની સીટ છોડી શકશે અને આગામી સત્રમાં પ્રવેશ માટે તેને પ્રતિબંધિત માનવામાં આવશે નહીં.MBBS અને BDS કોર્સમાં છેલ્લા સત્રમાં સ્ટ્રે વેકેન્સી રાઉન્ડના ત્રણ તબક્કામાં જે 25 વિદ્યાર્થીઓને સીટ ફાળવવામાં આવી હતી તેમણે પ્રવેશ નહતો લીધો. જેમાંથી 17 MBBS અને આઠ BDS કોર્સના વિદ્યાર્થીઓ છે. હવે તેમને આ શૈક્ષણિક સત્રમાં MBBS અને BDSની પ્રવેશ પ્રક્રિયામાં સામેલ થવાની તક નહીં મળશે. તેમની સિક્યોરિટી ડિપોઝીટ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *