હેન્ડીક્રાફ્ટના ડોમમાં શોટ સર્કિટના કારણે આગ લાગયાનું તારણ
ત્રણ ફાયર ફાઈટર દોડી જઈ આગ ને કાબુ મા લીધી,દીવાલનું પોપડું પડતા ફાયરમેનનો હાથ ભાંગ્યો
Rajkot,તા.૨૬
શહેરમાં આગના બનાવો યથાવત ચાલી રહ્યા છે તેની વચ્ચે વધુ એક ભયંકર આગનો બનાવ બન્યો છે. શહેરના વોર્ડ નં 7મા ધર્મેન્દ્ર રોડ પર આવેલ પરિમલ હેન્ડીક્રાફ્ટ નામની દુકાનમાં બનાવેલ ડોમમાં આગ લાગી હતી જેમાં પુસ્કળ પ્રમાણમાં માલ હાનિ થવા પામી હતી. ત્રણ ફાયર ફાઈટર દોડી ગયા હતા.આગ ઓલવતી વખતે એક ફાયરમેનના હાથ પર પોપડું પડતા હાથ ભાંગી ગયો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વોર્ડ નં 7મા ધર્મેન્દ્ર રોડ પર આવેલ પરિમલ હેન્ડીક્રાફ્ટ નામની દુકાનમાં ઉપરના ભાગે બનાવેલ ડોમમાં શોટ સર્કિટના લીધે ભીષણ આગ લાગી હતી સ્થાનિક લોકોએ તત્કાલ ફાયર સ્ટેશનને જાણ કરતા મુખ્ય ફાયર કંટ્રોલ સ્ટેશનના બે ફાયર ફાઈટર અને બેડીપરા ફાયર સ્ટેશનનો એક ફાયર ફાઈટર દોડી જઈ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આગ ઓલવતી વખતે એક ફાયર મેન હરેશભાઇ શિયાળ ઉપર ગંભીર રીતે દીવાલનું પોપડું પડતા હાથ ફેક્ચર થયો હતો.ઇન્જર્ડ થયેલા ફાયરમેનને તત્કાલ સારવાર માટે ખાસેડાયો હતો. ફાયર ટીમ સાથે એ ડીવીજનનો પોલીસ સ્ટાફ અને ડે. સી. એફ. ઓ. હાર્દિક ગઢવી પણ ઘટના સ્થળે હજાર રહ્યા હતા. થોડા સમય પહેલા ભાભાબજાર નજીક પણ આગનો બનાવ બન્યો હતો તેની તપાસ વચ્ચે વધુ એક આગનો બનાવ બનતા તંત્રમાં દોડધામ મચી છે.શોટ સર્કિટના હિસાબે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે પરંતુ હકીકત કારણ તંત્રની સંપૂર્ણ તપાસ બાદ સામે આવશે.આગ દરમિયાન સદ નસીબે આગમાં કોઈ જાન હાની થઇ નથી પરંતુ માલ હાની કેટલી છે તે જાણવા તંત્ર અને મૂળ માલિકની કામગીરી ચાલુ થઇ છે. બાંધકામ ગેરકાયદે છે કે કાયદેસર તે જાણી જો ગેરકાયદેસર બાંધકામ હશે તો માલિકને તેની કોઈ રહેમ રાખ્યા વિના નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.