Ujjain ,તા.24
શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક ભક્તો તેમને દૂધ અથવા ફળોના રસથી અભિષેક કરે છે, કેટલાક પાણીથી અને કેટલાક પંચામૃતથી પૂજા કરે છે, પરંતુ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં એક ભક્તએ ભગવાનને રક્તનો અભિષેક કરે છે.
ભક્ત કહે છે કે, તે રામાયણનો પાઠ કરે છે અને જે રીતે રાવણે ભગવાન શિવને પોતાનું માથું અર્પણ કર્યું હતું, તેવી જ રીતે તે ભગવાન શિવને રક્તનો અભિષેક કરીને પ્રસન્ન કરવા માંગે છે.
ઉજ્જૈનના ધ્યાન ભવન વિસ્તારમાં રહેતા રૌનક ગુર્જરે જણાવ્યું કે, ભગવાન શ્રી રામથી પ્રભાવિત થઈને તેઓ લાંબા સમયથી રામાયણ વાંચી રહ્યા છે. રામાયણમાં રાવણનું માથું અર્પણ કરવાની ઘટનાથી પ્રભાવિત થઈને તેણે હાલ ચાલી રહેલા શ્રાવણ મહિનામાં ભગવાન શિવને રક્ત અર્પણ કરવાનું નક્કી કર્યું. જેના કારણે પંડિતો અને પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે ભગવાનને રક્તનો અભિષેક કર્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 4 મિનિટ 30 સેકન્ડનો છે. આ વીડિયોમાં રોનક ગુર્જર દ્વારા ભગવાન શિવને લોહીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રૌનક ગુર્જરનું બ્લડ ડોનેશન ટ્યુબ દ્વારા ઉપાડવામાં આવી રહ્યું છે.
શિવ ગ્રંથમાં રક્ત અભિષેકનો કોઈ ઉલ્લેખ નથી, મહાકાલેશ્વર મંદિરના પૂજારીએ આ નિવેદન આપ્યું
મહાકાલેશ્વર મંદિરના રામ ગુરુએ કહ્યું કે, ભગવાન શિવને પાણી સૌથી વધુ ગમે છે. કોઈપણ ભક્ત જળ અને દૂધનો અભિષેક કરે તો ભગવાન પ્રસન્ન થાય છે.
આ રીતે, સાત્વિક પૂજામાં રક્ત અભિષેકની કોઈ પરંપરા નથી. ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનમાં મોટી સંખ્યામાં શિવભક્તો છે. શ્રાવણ મહિનામાં શિવભક્તો ભગવાન શિવની અલગ-અલગ રીતે પૂજા કરે છે, પરંતુ શિવ ગ્રંથોમાં રક્તભિષેકનો ઉલ્લેખ નથી.