Ukraine ને મોટો ઝટકો, રાજકીય સંબંધ તોડ્યા આ દેશે, રશિયા સામે યુદ્ધમાં થઈ શકે છે મોટું નુકસાન

Share:

Ukraine,તા.05

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનને મોટો ઝટકો લાગ્યો છે. આફ્રિકન દેશ માલીએ યુક્રેન સાથે રાજદ્વારી સંબંધોનો તોડી નાખવાની જાહેરાત કરી છે. હકીકતમાં માલીએ આરોપ લગાવ્યો છે કે, તાજેતરમાં વિદ્રોહીઓ દ્વારા રશિયાના ભાડૂતી સૈનિકો અને માલી સૈનિકોની હત્યામાં કીવના અધિકારીનો હાથ છે. ઉત્તરી તુઆરેજ વિદ્રોહીઓનું કહેવું છે કે, તેમણે લગભગ 84 ભાડાના સૈનિકો અને 47 માલીના સૈનિકોની ત્રણ દિવસ દરમિયાન હત્યા કરી નાખી છે.

ઉત્તર માલીના અલગતાવાદી વિદ્રોહીનું કહેવું છે કે, તેમણે 25થી 27 જુલાઈ વચ્ચે અલ્જીરિયાની સરહદ નજીક રશિયન વેગનર સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે, વિદ્રોહીઓએ એ નથી જણાવ્યું કે, તેમના કેટલાં સૈનિકો માર્યા ગયા છે. રશિયાએ કહ્યું છે કે તે માલી જુન્ટાને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

માલીમાં સરકાર વિરુદ્ધ અનેક સંગઠનો ઊભા છે અને તેમાં તુઆરેજ વિદ્રોહી સામેલ છે. આ ઉપરાંત સાહેલમાં અલ-કાયદા સાથે જોડાયેલ એક જૂથ જમાત નુસરત અલ-અસ્લામ વાલ મુસ્લમીન પણ સરકારના વિરોધી છે. રશિયાએ માલી સરકારનું સમર્થન કરવા માટે ભાડૂતી સૈનિકો ઉતાર્યા છે.

માલીએ યુક્રેન સાથે રાજકીય સંબંધ તોડ્યા

29 જુલાઈના રોજ યુક્રેન મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સીના પ્રવક્તાએ કહ્યું કે, માલીના વિદ્રોહીને જરૂરી તમામ માહિતી મળી ગઈ છે. હવે તેઓ રશિયાના યુદ્ધ ગુનેગારો સામે કાર્યવાહી કરશે. ત્યારબાદ માલીએ કહ્યું કે અમે યુક્રેનન અધિકારીના નિવેદનથી ખૂબ જ દુઃખી છીએ. યુક્રેનના સહયોગથી તેના સૈનિકો અને સાથીઓ પર આવો ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. માલીની સેના માટે આ એક પડકાર છે. માલીએ કહ્યું કે તે યુક્રેન સાથેના તમામ રાજદ્વારી સંબંધો તાત્કાલિક અસરથી સમાપ્ત કરી રહ્યું છે.

હિંસા માટે યુક્રેનના રાજદૂત પાસેથી જવાબ માંગ્યો

માલીએ આ હિંસા માટે યુક્રેનના રાજદૂત પાસેથી જવાબ પણ માંગ્યો છે. માલીનું કહેવું છે કે યુક્રેને તેની સાર્વભૌમત્વને પડકારી છે. આ ઉપરાંત યુક્રેને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને સમર્થન કર્યું છે. માલીની સેનાએ સ્વીકાર કર્યો છે કે તેને મોટું નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *