Ahmedabad ની પાવરટ્રેક કંપનીના ચેરમેને મહિલાને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

Share:

Ahmedabad,તા,13

અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝની કોર્પોરેટ ઓફિસમાં બોલાવી વડોદરાની સુશિક્ષિત મહિલાને કંપનીમાં ડિરેક્ટર બનાવવા અને લગ્ન કરવાની લાલચ આપી કંપનીના ચેરમેને નવેમ્બર 2023થી મે-2024 દરમિયાન દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ફેસબુક મેસેન્જરથી ચેરમેને સંપર્ક કર્યા બાદ વોટ્‌સએપથી સંબંધો વધાર્યા અને છેલ્લે લગ્નની ના પાડી દીધી

શહેરના ઉત્તર વિસ્તારમાં રહેતી 43 વર્ષની અપરિણીત મહિલાએ સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડરોડ પર એમઆઇ પાર્ક બંગલોમાં રહેતા કિશોરસિંહ ભીખુભા ઝાલા સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. મારા ફેસબુક મેસેન્જરમાં હાય લખેલા મેસેજ આવતા તે ચેક કર્યું તો કિશોરસિંહનો મેસેજ હતો. તેણે હું ફેસબુકનો ઉપયોગ વધારે કરતો નથી તેમ કહી મારો મોબાઇલ નંબર માંગ્યા બાદ વોટ્‌સએપથી સંપર્ક થયો હતો.કિશોરસિંહે પોતે પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝનો ચેરમેન છું તેવી ઓળખ આપી હતી અને બાદમાં પાવર સ્ટેશન અંગેનો એક પ્રશ્ન પૂછતાં તેનો ઉત્તર આપતા મારા કામથી તેઓ પ્રભાવિત થયા હતાં. વોટ્‌સએપ પર કિશોરસિંહ બીભત્સ વીડિયો મોકલી ચેટિંગ કરતા મેં ના પાડી હતી અને માત્ર વ્યવસાયને લગતી જ વાત કરવા જણાવ્યું હતું.

થોડા દિવસો બાદ કિશોરસિંહનો વોટ્‌સએપ કોલ આવ્યો હતો અને મારી પત્ની સાથે મનમેળ નથી તેમ કહી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મને કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો આપવાની વાત કરી જણાવેલ કે આપણે ભેગા મળીને કામ કરીશું તો કંપનીને નવી ઊંચાઇ પર લઇ જઇશું.

તેની વાતમાં હું ભોળવાઇ ગઇ હતી અને તેણે મને કંપનીની અમદાવાદના એસજી હાઇવે પર ફાઇવ કોમ્પ્લેક્સમાં આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીની ઓફિસમાં બોલાવી હતી. હું ત્યાં ગઇ ત્યારે તેની પર્સનલ ઓફિસમાં બેસાડી ડિરેક્ટર બનાવવાની ઓફર કરી હવે આપણે લગ્ન કરવાના જ છે તેમ કહી શારીરિક છેડછાડ કરી મુખમૈથુન કરાવી શારીરિક સંબંધ બાંઘ્યો હતો.

થોડા દિવસો બાદ મને સુરેન્દ્રનગર ખાતે કંપનીની ફેક્ટરીની મુલાકાત માટે બોલાવી હતી ત્યારે કિશોરસિંહે જણાવ્યું હતું કે મારે દિલ્હી જવાનું છે પછી વાત કરીશું મારો મેનેજર તને કંપનીની મુલાકાત કરાવી દેશે, આપણા લગ્ન શક્ય નથી, આ રીતે સંબંધમાં રહી સાથે કામ કરીશું હું તને મારી કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો આપીશ તેમ કહી જતો રહ્યો  હતો.

આપણે લગ્ન કરવાના જ છે પછી તને વાંધો શું તેમ કહ્યું

વડોદરાની ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મહિલાને પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીના ચેરમેન કિશોરસિંહ ઝાલાએ અમદાવાદ ખાતેની કંપનીની કોર્પોરેટ ઓફિસમાં બોલાવી હતી. મહિલા અમદાવાદમાં બસમાં નહેરુનગર સ્ટેન્ડ પર ઉતરી ત્યારે કિશોરસિંહે ડ્રાઇવર સાથે ગાડી લેવા માટે મોકલી હતી. કોર્પોરેટ ઓફિસમાં લાવ્યા બાદ કિશોરસિંહે પોતના પર્સનલ ઓફિસમાં બેસાડી છેડછાડ શરૂ કરી હતી પરંતુ મહિલાએ ના પાડી આપણે ફક્ત કામની વાત કરીએ તેમ કહ્યું હતું પરંતુ કિશોરસિંહે હું તારી સાથે લગ્ન કરવાનો છું અને મારી કંપનીમાં ડિરેક્ટર બનાવીશ તો તને શું વાંધો છે તેમ કહ્યું  હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *