Uttar Pradesh:દલિત સગીરા પર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ

Share:

Uttar Pradesh,તા,11

ઉત્તર પ્રદેશના ગોંડામાં દલિત સગીરા સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. આ દરમિયાન ગાડી વીજળીના થાંભલા સાથે ભટકાઈ અને પલટી ગઈ હતી. ત્યારબાદ આરોપીઓ પીડિતા અને કારને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા. આ મામલે માહિતી આપતાં ગોંડા શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, પીડિતાની ઉંમર 17 વર્ષ છે.

આ મામલે ખુલાસો થયા બાદ પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધાર પર કેસ નોંધ્યો છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પીડિતાની માતાએ આપેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓએ સગીરાને લલચાવીને પોતાની કારમાં બેસાડી દીધી. ત્યારબાદ તેઓ તેને સરક્યુલર રોડ પર એકાંત સ્થળે લઈ ગયા અને ત્યાં ચાલતી કારમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું.

વીજળીના થાંભલા સાથે ભટકાઈ કાર

પોલીસે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે, જ્યારે આરોપીઓ સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યા હતા ત્યારે તેમણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને કાર વીજળીના થાંભલા સાથે ભટકાઈ ગઈ. ત્યારબાદ આરોપીઓ તેને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા. ઘટના બાદ પીડિતા ઘરે જેમ-તેમ પહોંચી અને પરિવારવા સભ્યોને સમગ્ર ઘટના જણાવી. ત્યારબાદ પીડિતાની માતાએ પોલીસ સ્ટેશન જઈને કેસ દાખલ નોંધાવ્યો.

પોલીસે કાર રિકવર કરી

આ મામલે એસએચઓએ કહ્યું કે પીડિતાની માતાની ફરિયાદના આધાર પર FIR નોંધવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવી છે. એસએચઓએ કહ્યું કે ગુનામાં વપરાયેલી કાર પણ મળી આવી છે. આરોપી આ કાર તેના મિત્રને એવું કહીને લાવ્યો હતો કે મારે એક સંબંધીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા જવાનું છે. હાલ પોલીસ પીડિતાના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *