T20 ક્રિકેટમાં ત્રેવડી સદી, 39 છગ્ગા, 14 ચોગ્ગાની મદદથી ભારતીય ક્રિકેટર કરી ચૂક્યો છે

Share:

New Delhi,તા.09

ક્રિકેટ એક એવી રમત છે જ્યાં દરરોજ રેકોર્ડ બનતા અને તૂટતા રહે છે. ક્રિકેટની રમતમાં અનેક વખત બનતા કેટલાક રેકોર્ડ એવા પણ છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. આવો જ એક રેકોર્ડ T20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારવાનો છે. T20 ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી નોંધાશે તેવું કોઈ વિચારી પણ ન શકે પરંતુ એક ભારતીય ક્રિકેટરે T20 ક્રિકેટમાં આ મહાન સિદ્ધિ મેળવી છે. આ ખેલાડીએ માત્ર 72 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. નોંધનીય છે કે આ એકમાત્ર ભારતીય ખેલાડીએ આ સિદ્ધિ મેળવી છે.

કોણે T20માં ફટકારી ત્રેવડી સદી ?

વર્ષ 2017માં દિલ્હીમાં એકલોકલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. આ મેચ માવી ઈલેવન અને ફ્રેન્ડસ ઈલેવન વચ્ચે રમાઈ હતી. મેચમાં મોહિત અહલાવતે માવી ઈલેવન તરફથી બેટિંગ કરતા ત્રેવડી સદી ફટકારી હતી.

39 Six-14 Four :

આ મેચમાં મોહિત અહલાવતે 72 બોલનો સામનો કરીને 300 રન ફટકાર્યા હતા. આ ઈનિંગ દરમિયાન મોહિતે 39 સિક્સર અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. મોહિતે માત્ર સિક્સર ફટકારીને જ 234 રન બનાવ્યા હતા.

ઋષભ પંત સાથે છે કનેક્શન :

મોહિત ઋષભ પંતનો સાથીદાર છે. પંતની સરખામણીમાં બહુ ઓછા લોકો જ મોહિત અહલાવતને જાણે છે પરંતુ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને મોહિત બંને પોતાની પ્રથમ રણજી મેચ એક સાથે રમી ચૂક્યાં છે. લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી T20 ક્રિકેટમાં આજ સુધી કોઈ પણ બેટ્સમેન આ ત્રિપલ સેન્ચયુરીની સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *