અંધવિશ્વાસની ભેટ ચઢ્યાં 2 Children, માતા-પિતાએ કરી ભૂલ, પછી 15 કિ.મી. મૃતદેહ ઊંચકી ચાલ્યાં

Share:

Mumbai,તા.06

ગઢચિરોલીના પટ્ટીગાંવમા અંધવિશ્વાસના લીધે માતા-પિતા બે બીમાર બાળકોને દવાખાને લઈ જવાને બદલે એક પૂજારી પાસે લઈ ગયાં હતાં. ત્યાં વધારે તબિયત બગડતાં તેમને  હાસ્પિટલ લઈ ગયાં હતાં. જોકે, સમયસર સારવાર ન મળતાં બંને બાળકોનાં મોત નીપજયાં હતાં. બાદમાં માતા-પિતાને એમ્બ્યુલન્સ ન મળતાં તેઓ 15 કિમી  સુધી બંને બાળકોના મૃતદેહને ઊંચકીને જ નદી નાળા અને કાદવ ધરાવતા કાચા રસ્તાઓ પાર કરીને પોતાને ઘરે પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ, રમેશ વેલાડી તેની પત્ની અને બે બાળકો સાથે તહેવાર નિમિત્તે પટ્ટીગામમાં તેમના સંબંધીના ઘરે આવ્યો હતો. ગઈ ચોથી સપ્ટેમ્બરે   છ વર્ષીય  બાજીરાવ તતા ત્રણ વર્ષીય દિનેશ ે અહીં આવ્યા બાદ બીમાર પડયા હતા. તેથી માતા પિતા બંને બાળકોને ડોક્ટરને  પાસે લઈ જવાને બદલે પ્રથમ પુજારી પાસે લઈ ગયા હતા.

પુજારીએ જડીબુટ્ટીઓની ઔષધિ આપી હતી. જેના કારણે બંને બાળકોની તબિયત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ હતી. તેથી રમેશ વેલાડી દવાખાને પહોંચ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બંને બાળકોના મોત થઈ ગયા ંહતાં. આ પરિવારને એમ્બ્યુલન્સ પણ મળી ન હતી. એબ્મ્યુલન્સ હાજર ન હોવાથી બંને બાળકોના મૃતદેહ ખભા પર લઈને માતા પિતા ગટરના પાણી અને કાદવમાંથી પસાર થઈને તેમના ગામના પાદરે  પહોંચ્યા હતા. ત્યારે વેલાડી પરિવારના સંબંધીઓ ટુ વ્હીલર લઈને તેમની સામે આવતા બંને બાળકોના મૃતદેહ ટુ વ્હીલર  પર રાખીને ગામમાં પહોંચ્યા હતા.

આ ઘટના બાદ, જિલ્લા પરીષદ મુખ્ય કાર્યકરી અધિકારી આયુષી સિંહે કહ્યું હતું કે, માતા પિતા સ્વાસ્થ્ય વિભાગની સૂચનાઓનું પાલન કર્યા વિના બાળકોના મૃતદેહોને પોતાની સાથે લઈ ગયા હતા. જો કે,  બાળકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા ન હતા. જેથી આરોગ્ય તંત્ર દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *