Yuvraj Singh નો એક જૂનો ઈન્ટરવ્યુ,જેમાં તે સ્વીકારી રહ્યો છે કે, મારા પિતાને માનસિક સમસ્યા છે

Share:

New Delhi,તા,03

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહના પિતા  યોગરાજ સિંહે હાલમાં એક ઈન્ટરવ્યુમાં આપેલા નિવેદનને લઈને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતાએ કપિલ દેવથી લઈને એમએસ ધોની સુધીના દરેક દિગ્ગજ ખેલાડીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

સોશિયલ મીડિયા પર યોગરાજ સિંહનો આ ઈન્ટરવ્યુ વાઈરલ થયો હતો. તેના પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે તેમનું માનસિક સંતુલન બરાબર નથી. આ દરમિયાન હવે તેમના પુત્ર યુવરાજ સિંહનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. જેમાં તે સ્વીકારી રહ્યો છે કે, મારા પિતાને માનસિક સમસ્યા છે, જેનો હું સ્વીકાર કરું છુ.

યુવરાજ તે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે મારા પિતાને માનસિક સમસ્યા છે, પરંતુ તેઓ આ બાબતને સ્વીકારવા માંગતા નથી, મને લાગે છે કે તેમને ધ્યાન આપવાની જરૂર છે, જે રીતે હું તેમની આ સ્થિતિને સ્વીકારું છું, પરંતુ તેમને થેરાપીની જરૂર છે જે તેઓ સ્વીકારતા તૈયાર નથી. એવું છે કે તમે તેમને બદલી શકતા નથી, હું તેમણે અપસેટ કરવા માંગતો નથી.’

યોગરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં ધોની પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘હું ધોનીને ક્યારેય માફ નહીં કરું. તેણે પોતાનો ચહેરો અરીસામાં જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર વિરુદ્ધ જે કર્યું તે બધું હવે સામે આવી ગયું છે. તેણે મારા પુત્રનું જીવન બરબાદ કરી નાખ્યું હતું. યુવરાજ હજુ 4 થી 5 વર્ષ રમી શક્યો હોત.’ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ વિશે યોગરાજ સિંહે કહ્યું હતું કે, ‘હું લોકોને જીવનમાં દેખાડવા માંગુ છું કે યોગરાજ કોણ છે, જેમને તમે નીચે ઉતાર્યા હતો, આજે આખી દુનિયા મારા પગ નીચે છે. અને મને સલામ કરે છે, જેમણે પણ મારી સાથે ખરાબ કર્યું છે, તેમાના કેટલાકને કેન્સર છે, કોઈએ પોતાનું ઘર ગુમાવ્યું છે, તો કેટલાક મૃત્યુ પામ્યા છે અને કેટલાકને ઘરે પુત્ર નથી. તમે જાણો છો કે હું કોની વાત કરી રહ્યો છું, તે વ્યક્તિ તમારા સૌથી મહાન કેપ્ટન કપિલ દેવ છે, મેં તેને કહ્યું કે હું તારી એવી હાલત કરીશ કે પૂરી દુનિયા તારા પર થૂંકશે, આજે યુવરાજ સિંહ પાસે 13 ટ્રોફી છે અને તારી પાસે માત્ર એક જ વર્લ્ડકપ છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *