1 ઓવરમાં 8 છગ્ગા, કુલ 77 રન.. દિગ્ગજ બોલરના નામે cricket history નો સૌથી શરમજનક રેકોર્ડ

Share:

New Delhi,તા.02

ક્રિકેટના ઈતિહાસમાં હવે તો રોજબરોજ નવા અનેક મોટા રેકોર્ડ ધરાશાયી થાય છે અને અનેક નફ્વા રેકોર્ડ બને છે. ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ પણ છે જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી શકીએ પરંતુ સર્જાય પણ છે. આજે આ જ પ્રકારના એક ઐતિહાસિક રેકોર્ડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે જાણીને સૌને નવાઈ લાગશે. આજે ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર પર નજર કરીશું. બોલરે આ એક જ ઓવરમાં, હા માત્ર 6 બોલમાં જ અધધ.. 77 રન ખર્ચ્યા હતા. એક ઓવરમાં 77 રન ખર્ચવા અકલ્પનીય છે પરંતુ આવું ઘણા સમય પહેલા થઈ ચૂક્યું છે.

ન્યૂઝીલેન્ડના બોલરના નામે શર્મનાક રેકોર્ડ 

આ ખરાબ રેકોર્ડ ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બન્યો હતો. વર્ષ 1990ની 20મી ફેબ્રુઆરીના રોજ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના બોલર બર્ટ વેન્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેન્ટરબરી સામે એક ઓવરમાં 77 રન આપ્યા હતા. બર્ટે આ ઓવરમાં 6 ને બદલે 8-10-12 નહિ પરંતુ 22 બોલ ફેંક્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ એક જ ઓવરમાં મહાશયે 17 નો બોલ નાખ્યા હતા. ક્રિકેટ ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર છે. આજ સુધી કોઈ બોલરે એક ઓવરમાં આટલા રન ખર્ચ્યા નથી. આ ઓવરમાં બેટિંગ કરનાર બેટ્સમેને કુલ 70 રન ફટકાર્યા હતા.

PC : @GettyImages

ક્રિકેટના ઈતિહાસમાં હવે તો રોજબરોજ નવા અનેક મોટા રેકોર્ડ ધરાશાયી થાય છે અને અનેક નફ્વા રેકોર્ડ બને છે. ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ પણ છે જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી શકીએ પરંતુ સર્જાય પણ છે. આજે આ જ પ્રકારના એક ઐતિહાસિક રેકોર્ડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે જાણીને સૌને નવાઈ લાગશે. આજે ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર પર નજર કરીશું. બોલરે આ એક જ ઓવરમાં, હા માત્ર 6 બોલમાં જ અધધ.. 77 રન ખર્ચ્યા હતા. એક ઓવરમાં 77 રન ખર્ચવા અકલ્પનીય છે પરંતુ આવું ઘણા સમય પહેલા થઈ ચૂક્યું છે.

ઓવર પર એક નજર :

એક ઓવરમાં 6 બોલને બદલે 22 બોલ ફેંકવામાં આવ્યા હતા. બર્ટ વેન્સની સામે લી જર્મને બેટથી 70 રન બનાવ્યા હતા. આ ઓવરમાં 8 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 5 બોલ બાદ જ અમ્પાયર કંટાળી ગયા અને ઓવર સમાપ્ત કરવાનો આદેશ આપતા માત્ર 5 બોલમાં જ ઓવર પુરી થઈ હતી એટલેકે આ 77 રન માત્ર 5 બોલમાં જ આપ્યા હતા.

ઓલી રોબિન્સને પણ મોંઘી ઓવર નાંખી :

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજી સૌથી મોંઘી ઓવર નાખવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનના નામે છે. કાઉન્ટી ક્રિકેટમાં, સસેક્સ વિ લિસેસ્ટરશાયર મેચ દરમિયાન ઓલી રોબિન્સને 43 રન આપ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *