Joe Root England માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટર બની ગયો છે

Share:

લોર્ડ્‌સમાં જો રૂટે ઈંગ્લેન્ડ માટે ૩૪મી સદી ફટકારી

London, તા.૧

ઈંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટે શનિવારે શ્રીલંકા સામે ટેસ્ટ કરિયરની ૩૪મી સદી ફટકારી હતી. આ સાથે તે ઈંગ્લેન્ડ તરફતી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. રૂટે ઈંગ્લેન્ડના મહાન એલિસ્ટર કુકનો રેકોર્ડ તોડ્યો છે. કુકે ઈંગ્લેન્ડ માટે ૩૩ સદી ફટકારી હતી. જે રૂટની આ સદીની મદદથી ઈંગ્લેન્ડે શ્રીલંકા સામે જીત માટે ૪૮૩ રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો છે. રૂટે લોર્ડ્‌સ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી ફટકારી છે. અહીં અમે તમને તેના રેકોર્ડ્‌સ વિશે જણાવીએ, જે તેણે ૩૪મી ટેસ્ટ સદી દરમિયાન બનાવ્યા છે. જો રૂટ લોર્ડ્‌સમાં રમાયેલી એક મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનાર ચોથો બેટર બની ગયો છે. તેની પહેલા જોર્જ હેડલીએ ૧૯૩૯માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ૧૦૬, ૧૦૭ રન બનાવ્યા હતા. બીજા નંબર પર ગ્રેહામ ગૂચ છે, તેમણે ભારત વિરુદ્ધ ૧૯૯૦માં ૩૩૩ અને ૧૨૩ રન બનાવ્યા હતા. માઇકલ વોને ૨૦૦૪માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ૧૦૩ અને અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા. ચોથા નંબર પર રૂટ છે, જેણે ૧૪૩ અને ૧૦૩ રન બનાવ્યા છે. શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. સચિને નવ સદી ફટકારી છે. બીજા સ્થાને યુનિસ ખાન છે, તેણે ૮ સદી ફટકારી છે. અઝહર અલી અને જો રૂટે શ્રીલંકા સામે ટેસ્ટમાં ૬-૬ સદી ફટકારી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને ૧૦૦ સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ૮૦ અને પોન્ટિંગે ૭૧ સદી ફટકારી છે. જો રૂટે ટેસ્ટમાં ૩૪મી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી પૂરી કરી છે. તે ૫૦ કે તેનાથી વધુ સદી ફટકારનાર નવમો બેટર બની ગયો છે.

જો રૂટ લોર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટર બની ગયો છે. રૂટે શનિવારે લોર્ડ્‌સમાં પોતાની સાતમી ટેસ્ટ સદી ફટકારી હતી. ગ્રેહામ ગૂચ અને માઇકલ વોને લોર્ડ્‌સમાં ૬-૬ સદી ફટકારી હતી. રૂટે આ મેચમાં બે સદી ફટકારી છે.

સ્ટાર બેટર જો રૂટ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. જો રૂટે શનિવારે ૩૪મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે એલિસ્ટર કુકને પાછળ છોડ્યો છે, જેણે ૩૩ સદી ફટકારી હતી. કેવિન પીટરસન ૨૩ સદી સાથે ત્રીજા સ્થાને છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *